- આગમચેતી માટે નાના-મોટા ઉદ્યોગો બંધ કરી દેવાયા
- વાવાઝોડાના કારણે ધંધા છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ
- કચ્છમાં મેજર પોર્ટ કંડલા અને મુંદ્રા છેલ્લા 3 દિવસથી બંધ
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ વેપારીઓના લગભગ રૂ.5,000 કરોડના વ્યવહારો અટકાવ્યા છે. જેમાં આગમચેતી માટે નાના-મોટા ઉદ્યોગો બંધ કરી દેવાયા છે. વાવાઝોડાના કારણે ધંધા છેલ્લા ત્રણ ચાર દિવસથી બંધ હાલતમાં છે. તેમજ ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે બંધ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ બેલ્ટની ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ અસર, ફિશરીઝ, ટ્રાન્સપોર્ટ, મીઠા જેવા ઉદ્યોગોનો સૌથી મોટો માર પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યુ અને આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ
કચ્છમાં મેજર પોર્ટ કંડલા અને મુંદ્રા છેલ્લા 3 દિવસથી બંધ
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ કહ્યું કે, સાઈક્લોનના કારણે કચ્છમાં મેજર પોર્ટ કંડલા અને મુંદ્રા છેલ્લા 3 દિવસથી બંધ છે. કંડલામાં જ રોજના 15-20 દરે અને લિક્વિડ કાર્ગો જહાજ આવતા હોય છે. પોર્ટ્સ બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ ઠપ્પ છે. આના કારણે પોર્ટ અને તેને સંલગ્ન ઉદ્યોગો પણ બંધ છે. આ વિસ્તારમાં જ દૈનિક રૂ. 200-250 કરોડના વ્યવહારો અટકી પડયા છે. અમારા અંદાજ મુજબ આ સ્થિતિમાં રૂ. 2000 કરોડ આસપાસ નુકસાની થવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની આફટર અસરોને પહોંચી વળવા જુઓ શું છે તૈયારી
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ છે અને તેની અસરથી રાજ્યના ઉદ્યોગો પણ બાકાત નથી. ચાલુ સપ્તાહની શરૂઆતથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ જગતના લોકોના જણાવ્યા પ્રમાણે ફ્શિરીઝ, સોલ્ટ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક તેમજ પોર્ટ જેવા ઉદ્યોગોને સૌથી વધુ અસર થઈ છે. ઇન્ડસ્ટ્રીના અનુમાન મુજબ બિપરજોયના કારણે અંદાજે રૂ.4,000-5,000 કરોડના વ્યવહારો અટકી પડશે.
રૂ.400-500 કરોડનો બિઝનેસ થતો હતો તે અટકી પડયો
ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ધંધા બંધ કરવા પડયા છે. લગભગ છેલ્લા ત્રણ-ચાર દિવસથી બધુ બંધ જેવી હાલતમાં છે જેના કારણે રોજિંદા વ્યવહારો અટકી પડયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ કરોડોના ટ્રાન્ઝેક્શન બંધ છે. વાવાઝોડુ પસાર થઈ જાય પછી જ સાચી નુકસાની ખબર પડશે. હાલની સ્થિતિએ રોજનો જે રૂ. 400-500 કરોડનો બિઝનેસ થતો હતો તે અટકી પડયો છે.