ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: માવસરીમાં કાચા મકાનો ખાલી કરાવવા ઢોલ વગાડી લોકોને સલામત સ્થળે આશ્રય લેવા અપીલ

Text To Speech

પાલનપુર: “બિપરજોય” વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે તેની અસરો બનાસકાંઠા જિલ્લામાં પણ થવાની છે. આ સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી તથા લોકોની સુરક્ષા-સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામે ગામે જાહેરાત કરીને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. વાવ તાલુકાનું માવસરી ગામ તાલુકાનું સરહદી ગામ છે. આ ગામમાં જે લોકો કાચા મકાન અથવા તો પતરાવાળા છાપરામાં રહે છે તેમના મકાન ખાલી કરાવવા ઢોલ વગાડી- સાદ પાડીને તેમને સલામત સ્થળે આશ્રય લેવા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે.

Back to top button