ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: કાચા મકાનોમાં રહેતા લોકો, સગર્ભા માતાઓ, મજૂરોનું શેલ્ટર હોમમાં કરાયું સ્થળાંતર

Text To Speech

પાલનપુર: બિપરજોય વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ અને પવનની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં કાચા મકાનોમાં રહેતા લોકો, સગર્ભા માતાઓ અને મજૂરોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે અધિકારીઓએ તેમના ઘરે જઇને સમજાવી તેમનું સ્થળાંતર કરાવ્યું હતું. જિલ્લાના જુદા જુદા તાલુકાના અધિકારીઓએ લોકોની સુરક્ષા અને સલામતી માટે તેમને વાવાઝોડા દરમિયાન શેલ્ટર હોમમાં આશ્રય લેવા સમજાવવામાં આવ્યા હતા.

શેલ્ટર હોમ-humdekhengenews

રામપુરા (વડલા) થી વિરમપુર રોડ પર પવનથી ધરાશાયી

જેમાં દાંતીવાડા તાલુકામાં કાચા મકાનોમાં રહેતા લોકોને અધિકારી દ્વારા સ્થળાંતરીત થવા માટે સમજાવવામાં કરવામાં આવ્યા હતા. વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઉપરાંત બનાસ નદીના પટ નજીક આવેલ કાંકરેજ તાલુકાના ખારીયા ગામના શેલ્ટર હોમની ડીસા પ્રાંત અધિકારી અને મામલતદારે મુલાકાત લઇ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં આશ્રય લેવા અનુરોધ કર્યો હતો.

શેલ્ટર હોમ-humdekhengenews

વૃક્ષને વન વિભાગ દ્વારા દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો

ધાનેરામાં કાચા મકાનમાં રહેતા નાગરિકોને પણ સુરક્ષિત સ્થળે શેલ્ટર હોમમાં આશરો લેવા માટે અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા.
અમીરગઢ તાલુકાના રામપુરા (વડલા) થી વિરમપુર રોડ પર પવનથી ધરાશાયી થયેલ વૃક્ષને વન વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં દૂર કરી વાહન વ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :‘બિપરજોય’ વાવાઝોડાને CM ભૂપેન્દ્ર પટેલે યોજી મહત્વની બેઠક

Back to top button