ગુજરાત

Breaking News : બિપરજોય વાવાઝોડા વચ્ચે ઓખાના જેટ્ટી પર કોલસાના ઢગલામાં લાગી ભીષણ આગ

Text To Speech

ઓખા : હાલમાં ગુજરાત પર બિપરજોય નામની આફત ત્રાટકી છે તો બીજી વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઓખાના બંદરે કોલસાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓખાના બંદરે રાખવામાં આવેલા કોલસાના મસમોટા ઢગલામાં એકાએક ભીષણ આગ લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેજ પવનના કારણે આગ લાગી હોવાનો અનુમાન કાઢવામાં આવી રહ્યો છે. તેજ પવનના કારણે આગ ખુબ જ ઝડપી આગળ પ્રસરી રહી હોવાથી ચિંતામાં વધારો થયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર તેજ પવનના કારણે કોલસામાં ઘર્ષણ થયું હશે અને તેના કારણે કોલસામાં આગ લાગી ગઈ, તેમાંય પવનના કારણે જ તે ઝડપી ફેલાઈ પણ ગઈ હોવાનું અનુમાન કાઢવામાં આવી રહ્યું છે. એક તરફ બિપરજોયનું લેન્ડફોલ થવાના કારણે ઓખાના બંદરે મસમોટા મોજા ઉછળી રહ્યાં છે તો બીજી તરફ જેટ્ટી પર કિલોમીટર દૂરથી પણ દેખી શકાય તેવી આગ ભભૂકી ઉઠી છે.

એક આફત સામે ઝઝૂમી રહેલા ગુજરાતને આગામી કેટલાક સમય સુધી અન્ય બીજી આફતોનો પણ સામનો કરવો પડી શકે છે. બિપરજોયના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. કોલસામાં આગ લાગવા પાછળ બિપરજોયને જવાબદાર ગણીએ તો પણ ખોટું ગણાશે નહીં. આમ બિપરજોયના કારણે અન્ય કેટલાક નુકશાનો પણ થઈ શકે છે.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડું : ડિસામાં તેજ પવને કોમ્પલેક્સની આખી દિવાર ઉડાવી દીધી,200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી

Back to top button