ભારતને મળશે 30 અમેરિકન ડ્રોન : સંરક્ષણ મંત્રાલયે આપી મંજૂરી- સેનાની વધશે તાકાત
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે યુએસ પાસેથી 30 MQ-9B પ્રિડેટર ડ્રોન ખરીદવાની મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ ડ્રોનની ખરીદી ભારતીય સેનાની દેખરેખ ક્ષમતાને મજબૂત કરશે, ખાસ કરીને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં ભારતની શક્તિમાં વધારો થશે. રક્ષા મંત્રાલયનો આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના થોડા દિવસ પહેલા આવ્યો છે.
એવું માનવામાં આવી રહ્યુ છે કે આગામી સપ્તાહે પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઇડેન સાથે તેમની વાતચીત બાદ ત્રણ અબજ યુએસ ડોલરના આ ખરીદ સોદાની જાહેરાત કરવામાં આવી શકે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠકમાં તેની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય સેનાના ત્રણેય ભાગો આ ડ્રોનનો ઉપયોગ કરી શકે છે અને તે દરિયાઈ દેખરેખથી દુશ્મન સબમરીનને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય નૌકાદળને 14 ડ્રોન આપી શકાય છે જ્યારે એરફોર્સ અને આર્મીને 8-8 ડ્રોન આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો : Breaking News : બિપરજોય વાવાઝોડા વચ્ચે ઓખાના જેટ્ટી પર કોલસાના ઢગલામાં લાગી ભીષણ આગ