વર્લ્ડ

રશિયા-યુક્રેન યુદ્ધઃ યુક્રેનમાં દોઢ મહિના સ્થિતિ બદલાઈ, દરરોજ 30 હજાર યુક્રેનિયન નાગરિકો ઘરે પરત ફરી રહ્યા છે

Text To Speech

રશિયા આક્રમણના લગભગ દોઢ મહિના પછી યુક્રેનના શહેરમાં હાલત બદલાવવા લાગી છે. યુક્રેનીઓ પોતાના દેશ તરફ પાછાં ફરી રહ્યા છે. યુએન ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યૂમૈનિટેરિયન અફેયર્સ મુજબ, રોજ 30 હજારથી વધુ યુક્રેની લોકો પાછાં ફર્યા છે. અત્યાર સુધીમાં શરણાર્થીઓ પશ્ચિમ યુક્રેન અને પાડોશી દેશોમાં રહી રહ્યાં છે.

યુક્રેને વયસ્ક પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેથી પરત ફરનારા લોકોમાં મોટેભાગે મહિલા મહિલાઓ અને બાળકો છે. ઉલ્લેખનીય છે કે, રશિયન દળો રાજધાની કિવ અને આસપાસના નગરોમાંથી હટી રહ્યા છે. તેથી જ મોટા ભાગના યુક્રેનિયનો હવે કિવ પરત ફરી રહ્યા છે.

ઝેલેન્સકીએ કહ્યું – મેક્રોને યુક્રેનની મુલાકાત લેવી જોઈએ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ CNNને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, ‘ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનની મુલાકાત લેવી જોઈએ. જેથી તેઓ અનુભવી શકે કે કેવી રીતે રશિયન સેનાએ તેમના લોકોની હત્યા કરી છે. મેક્રોને લાંબા સમય પહેલાં રશિયન હુમલાને નરસંહાર કહેવાનો ઇનકાર કર્યો હતો.’

રશિયા ડોનબાસને ખતમ કરવા માંગે છે
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે, ‘રશિયા ડોનબાસ પ્રદેશને ખતમ કરવા માંગે છે. આ ઉપરાંત રશિયન સેના જે રીતે મારીયુપોલને નષ્ટ કરી રહી છે, તે જોતા એમ લાગે છે કે તેઓ ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાંથી અન્ય સમુદાયોનો પણ નાશ કરવા માગે છે.’

મારિયુપોલ: યુક્રેને શરણાગતિના રશિયન અલ્ટીમેટમને ફગાવ્યું
રશિયાએ રવિવારે યુક્રેનિયન સૈનિકોને મારિયુપોલ ખાતે શસ્ત્રો મૂકવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે જ યુક્રેનની સેનાએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે. યુક્રેનિયન સૈનિકો એઝોવ સમુદ્રના કિનારે સ્ટીલના મોટા પ્લાન્ટમાં છુપાયેલા છે.

એઝોવ રેજિમેન્ટ કમાન્ડર બાયલેટ્સકી ગુમ
એઝોવ રેજિમેન્ટ યુક્રેનિયન રાષ્ટ્રવાદી સૈનિકોની સેના છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના આક્રમણ સમયે એઝોવ રેજિમેન્ટને નાઝી ગણાવી હતી. આ રેજિમેન્ટના કમાન્ડર આન્દ્રે બાયલેટ્સકી હજુ પણ ગુમ છે. બાયલેટસ્કી SNA પાર્ટી ચલાવે છે. યુક્રેનિયન સરકાર એઝોવ રેજિમેન્ટને ભંડોળ પૂરું પાડે છે.

Back to top button