ઉત્તર કોરિયાએ ફરી બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાન તણાવમાં, PMએ જારી કર્યું એલર્ટ
ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. જાપાનના વડાપ્રધાન કાર્યાલયે પોતાના એક ટ્વિટમાં આ દાવો કર્યો છે. જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ ઉત્તર કોરિયા તરફથી કથિત બેલેસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણને લઈને પોતાના અધિકારીઓને વિશેષ સૂચનાઓ આપી છે. આ સાથે જાપાન હાલમાં ઈમરજન્સી એલર્ટ પર છે.
જાપાનના વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ તેમના અધિકારીઓને શક્ય તેટલી વધુ માહિતી એકત્રિત કરવાની સાથે જ લોકોને તેના વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. જાપાનના પીએમ કિશિદાએ તેમના વિમાન, જહાજો અને અન્ય સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. આ સાથે કોઈપણ ઈમરજન્સી માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દક્ષિણ કોરિયા અને અમેરિકા માટે ચેતવણી
ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ પહેલા ગુરૂવારે દક્ષિણ કોરિયા અને યુએસ સૈનિકોએ કોરિયાના અત્યંત રક્ષિત સરહદી વિસ્તારમાં દારૂગોળાની સાથે મોટા પાયે સૈન્ય કવાયત હાથ ધરી હતી, જે બાદ ઉત્તર કોરિયાની સેનાએ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.જાહેરાત કરવામાં આવી હતી કે ઉત્તર કોરિયાએ ઉત્તર કોરિયાના સૈનિકો પર હુમલો કર્યો છે. હવે આ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે.
ઉત્તર કોરિયાને તોડી પાડવા જાપાન તૈયાર
નોંધનીય છે કે, નોર્થ કોરિયા પહેલાથી જ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરીને અમેરિકા અને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી ચૂક્યું છે. ત્યારે પણ મિસાઈલ જાપાનના પશ્ચિમ કિનારે સમુદ્રમાં છોડવામાં આવી હતી. આ પહેલા જાપાને ઉત્તર કોરિયાની મિસાઈલને નષ્ટ કરવાના આદેશને અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે. જાપાને સ્પષ્ટ કર્યું છે કે ઉત્તર કોરિયાની કોઈપણ મિસાઈલ જે દેશ માટે ખતરો ઉભી કરશે તેને તોડી પાડવામાં આવશે. ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલ છોડ્યા પછી, દક્ષિણ કોરિયાની સેના પણ એલર્ટ થઈ ગઈ છે.