ઉત્તર ગુજરાતગુજરાત

બિપોરજોય વાવાઝોડું : ડિસામાં તેજ પવને કોમ્પલેક્સની આખી દિવાર ઉડાવી દીધી,200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી

બિપોરજોય વાવાઝોડું : ગુજરાતમાં કચ્છના જખૌ નજીક આજે રાત્રિના સમયે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાય એવી શક્યતા છે. હવામાન વિભાગના મતે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે પવનની ગતિ 100થી 125 કિલોમીટરની હોઈ શકે છે. જોકે આ પહેલા જ ડિસા સહિત ઉત્તર ગુજરાતમાં તેની અસર વર્તાવા લાગી છે.

ડિસામાં બિપરજોયની ખુબ જ ભયાનક અસર દેખાઈ રહી છે. ડિસાના અખોલ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સની આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તો 80 કિમી પ્રતિકલાકે ઝડપે પવન ફૂંકાઇ રહ્યા છે. તે ઉપરાંત ડિસામાં અનેક ઝાડ અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે.

વરસાદના કારણે લોકો ઓફિસની અંદર બેઠા હતા જેથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અચાનક ભારે પવનથી 200 ફૂટ જેટલી લાંબી દિવાલ ધરાશાયી થઈ નીચે પડતા અફરાતફરી સર્જાઈ હતી અને દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડીસા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ જતા વીજળી પણ ડુલ થઈ ગઈ હતી અને કલાકો સુધી લોકો વીજળી વગર હેરાન થયા હતા.

માવસરીમાં કાચા મકાનો ખાલી કરાવવા ઢોલ વગાડી લોકોને સલામત સ્થળે આશ્રય લેવા અપીલ

“બિપરજોય” વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે તેની અસરો બનાસકાંઠા જિલ્લામાં પણ થવાની છે. આ સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી તથા લોકોની સુરક્ષા-સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામે ગામે જાહેરાત કરીને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. વાવ તાલુકાનું માવસરી ગામ તાલુકાનું સરહદી ગામ છે.

બનાસકાંઠાના ડીસામાં હજુ તો બિપરજોય વાવાઝોડાનું ટ્રેલર જ શરૂ થયું છે. ત્યાં ભારે તબાહીના દૃશ્યો સર્જાયા છે. ભારે પવનના કારણે 20 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે નવીન બનેલા શોપિંગ સેન્ટરની દીવાલ ધરાશાયી થઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

આ ગામમાં જે લોકો કાચા મકાન અથવા તો પતરાવાળા છાપરામાં રહે છે તેમના મકાન ખાલી કરાવવા ઢોલ વગાડી- સાદ પાડીને તેમને સલામત સ્થળે આશ્રય લેવા ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે.

વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવે એ પહેલાં જ રાજ્યના 1600 કિલોમીટરના દરિયાકાંઠા પર એતેની અસર દેખાવા લાગી છે. દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળો પર વૃક્ષો, વીજપોલ અને શેડ ધરાશાયી થયાં છે. ‘બિપરજોય’ની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થવાની શક્યતા છે. ત્યારે કચ્છમાં અત્યારથી જ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે.

પવનની ગતિ એટલી જોરદાર છે કે, ભચાઉના જંગી-લલિયાણા રોડ પર 66 કેવીનો વિશાળ વીજપોલ જમીનદોસ્ત થયો હતો. આ સિવાય માનકૂવા પાસે પણ એક વિશાળ વીજપોલ ધરાશાયી થયો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારમાં નાના વીજપોલને નુકસાન થયું છે.

આ પણ વાંચો : બ્રેકીંગ : TAT-2 પરીક્ષાનું પરિણામ જાહેર

Back to top button