ટ્રેન્ડિંગનેશનલ

BJPનું સ્લોગન છે ‘બેટી ડરાવો-બ્રિજ ભૂષણ બચાવો!’: Congress

Text To Speech

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના આરોપોના મામલામાં દિલ્હી પોલીસની ચાર્જશીટ બાદ વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ ભાજપ પર બ્રિજ ભૂષણ શરણ સિંહને બચાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે BJPને ઘેરી હતી.

બ્રિજભૂષણ સિંહને સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે: કોંગ્રેસ 

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે સમગ્ર તંત્ર, પોલીસ, સરકારના મંત્રીઓ અને સાંસદો એક થઈને ફરિયાદ કરનાર યુવતીની વિરુદ્ધ ઉભા છે અને બ્રિજભૂષણ શરણ સિંહને સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે, “એક સગીર છોકરી બ્રિજભૂષણ શરણ સિંહ જેવા મોટા વ્યક્તિ સામે POCSO ફરિયાદ નોંધાવે છે અને યૌન શોષણનો આરોપ લગાવે છે.”

આખી સિસ્ટમ બ્રિજભૂષણ સિંહને  બચાવવામાં લાગી છે: સુપ્રિયા શ્રીનેત 

“ત્યાર બાદ, આખી સિસ્ટમ, પોલીસ, સરકારના મંત્રીઓ અને સાંસદો સાથે મળીને તે છોકરી સામે ઉભા થાય છે અને બ્રિજભૂષણ શરણ સિંહને રક્ષણ આપવામાં આવે છે અને તે છોકરીને ખોટી સાબિત કરવાનો બનતો પ્રયાસ કરવામાં આવે છે. આ પછી છોકરીના પિતાનું નિવેદન પાછું ખેંચી લેવામાં આવે છે.”

“BJPનું સૂત્ર છે બેટી ડરાવો અને બ્રિજ ભૂષણ બચાવો” 

કોંગ્રેસે પુછ્યુ હતું કે “હવે દેશની જનતાએ નક્કી કરવું જોઈએ કે શું આ બધુ કોઈના પ્રભાવ હેઠળ કરવામાં આવ્યું હતું? શું સત્તાનો દુરુપયોગ કરાયો છે? શું આખી વ્યવસ્થા એક માણસનું રક્ષણ કરી રહી હતી? કારણ કે હવે એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર – બેટી બચાવો, બેટી પઢાવો… એટલે કે બેટી ડરાવો અને બ્રિજ ભૂષણ બચાવો. આ ઘટના પરથી આ વાત સ્પષ્ટ થાય છે.”

કોંગ્રેસે દિલ્હી પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા 

આ મામલે દિલ્હી પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે, “દિલ્હી પોલીસ આ મામલામાં FIR ત્યારે જ દાખલ કરે છે જ્યારે સુપ્રીમ કોર્ટ આદેશ આપે છે! દિલ્હી પોલીસ ત્યાં સુધી અટકાયત નથી કરતી અને એ વ્યક્તિની પૂછપરછ પણ નથી કરતી.”

“એક બાહુબલી માણસ છે, તેને આઝાદ છોડી દેવામાં આવે છે જેથી તે કોઈ પણ સાક્ષીને પ્રભાવિત કરી શકે, કોઈપણ પીડિતને ડરાવી શકે, ત્યાં સુધી આ વ્યક્તિની કોઈ પૂછપરછ નથી થતી. આ બધી બાબતો દેશ માટે ખરેખર શરમજનક કહી શકાય.”

આ પણ વાંચો: ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ થયું મોત

 

Back to top button