મનોરંજન

કપિલ શર્મા શો ફેમ તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ, કહ્યું મને શરમ આવે છે

Text To Speech

તીર્થાનંદ એક જુનિયર અભિનેતા છે, તેઓ નાના પાટેકરની નકલ કરવા માટે જાણીતા છે.તીર્થાનંદ રાવે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તેઓ ઠીક છે.’ધ કપિલ શર્મા શો’ ફેમ તીર્થાનંદ રાવે ફેસબુક લાઈવ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લાઈવ સેશન દરમિયાન તીર્થાનંદ ફિનાઈલ પીતો જોવા મળ્યો હતો.

Tirthanand Rao Suicide News: The Kapil Sharma Show fame Tirthanand Rao  threatens to die by suicide during a live interaction on social media | -  Times of India

આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેના આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું. હવે તે સુરક્ષિત છે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તીર્થાનંદે જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડે તેની સામે અનેક ખોટા કેસ દાખલ કર્યા છે. આ સાથે તેણે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે પણ જણાવ્યું.

તીર્થાનંદે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘જ્યારે પોલીસે તેને બોલાવી ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું કે ‘તેને મરવા દો,. જ્યારે મેં તેને નકલી કેસ પાછા ખેંચવાનું કહ્યું ત્યારે તેણે મારી પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓની માંગણી કરી.તીર્થાનંદે વધુમાં કહ્યું કે તેને મારા ઘરમાં ભાગ જોઈએ છે. તાજેતરમાં જ મેં તેને 2 લાખની કિંમતનો ફોન પણ આપ્યો હતો.

તીર્થાનંદે કહ્યું, ‘મારા આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું, પરંતુ સદનસીબે તેની સમયસર સારવાર થઈ ગઈ અને હવે હું ઠીક છું. હું મારા પગલાથી શરમ અનુભવું છું પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. હું ઈચ્છું છું કે તે મહિલા તેના બનાવટી કેસ પાછા ખેંચે અને મને આ બધામાંથી મુક્ત કરે. મેં મારા બધા પૈસા ખર્ચી નાખ્યા છે. હું મારા કામમાં પણ ધ્યાન આપી શકતો નથી.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાની પુત્રી માલતીની બેગ કિંમત જાણીને તમે ચોંકી જશો

Back to top button