LIVE CYCLONE BIPARJOY UPDATES : લેન્ડફોલ સાથે જ બિપરજોયેના કારણે વિનાશ વેરાવાની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કચ્છનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. આમ કચ્છવાસીઓ હાલમાં એકસાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. આ સાથે જ વીજ પોલ સહિત અનેક વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તે ઉપરાંત પણ અનેક નુકશાનની શરૂઆત થઈ હોવાની માહિતી સામે આવી રહી છે.
‘બિપરજોય’ વાવાઝોડાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ, જખૌ બંદરે બિપરજોય ટકરાઇ ગયાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ દરમિયાન જખૌ અને આસપાસના વિસ્તારમાં 100 કિમીની સ્પીડની પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે જ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી પાંચ કલાક સુધી બિપરજોય સર્વત્ર વિનાશ વેરી શકે છે. તંત્રની આગોતરી તૈયારીના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવા જેવા નુકશાનના સમાચાર સામે આવી રહ્યા છે.
- પોરબંદરમાં 100 વધુ વૃક્ષ ધરાસાઈ
- પોરબંદરમાં 40 થી વધુ વીજ પોલ ધરાસાઈ
- પીજીવીસીએલ માં 1350 થી કમ્પ્લેન આવી 24 કલાકમાં 1670 લોકોને સ્થાનાંતર કરાયા
- પોરબંદર માં ભારે પવન ને કારણે ઝુરી ના વૃક્ષ ધરાસાયી
- પોરબંદર- સોમનાથ હાઇવે પર અનેક ઝુરી ના વૃક્ષઓ ધરાસાયી
- અંદાજે 20 થી 25 ઝુરી ના વૃક્ષઓ ધરાસાયી
- પોરબંદર- સોમનાથ હાઇવે કરાયો બંધ
- હાઇવે પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
- અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાનું શરૂ કર્યું છે.
- આ પ્રક્રિયા આગામી કેટલાક કલાકો સુધી ચાલુ રહેશે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડું ત્રાટકવાનું શરૂ થયું છે.
- આ વાવાઝોડાને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવનના અહેવાલો છે.
- ગુજરાતની સાથે મુંબઈમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ચૌપાટી વગેરેમાં જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
- ગુજરાતના માંડવીમાં પરિસ્થિતિ ઝડપથી બદલાતી જોવા મળી રહી છે. બીચને અડીને આવેલા વિસ્તારોમાં મજબૂત અને ઊંચા મોજા ઉછળતા જોવા મળે છે.
- કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ વિસ્તારોમાં રિપોર્ટિંગ કરનારા મીડિયાકર્મીઓને સાવચેતી રાખવા જણાવ્યું છે.
- ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું છે કે, “આજે ઘણા ગામોમાં વિજળીના થાંભલા પડી ગયા છે, અમે 9,000 લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડ્યા છે. ચક્રવાત ગમે ત્યારે લેન્ડફોલ કરી શકે છે તેથી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે.”
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય ચક્રવાત ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા છે. તે ઉપરાંત આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી પણ કરવામા આવી છે. ત્યારે આજે વહેલી સવારથી આ વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે.’બિપરજોય’ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 80 કિમી દૂર છે ત્યારે દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે . જ્યારે બીજી તરફ આ વાવાઝોડાને લઈને રાજ્યનું વહિવટી તંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ પર છે.
જખૌ પોર્ટ પાસે સાંજે વાવાઝોડું લેન્ડ ફોલ થવાની શક્યતા છે. જેને લઈને જખૌ તેમજ નલિયામાં એલર્ટ આપવામાં આવ્યું છે.વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌ પોર્ટ ખાતે 6 વાગે લેન્ડફોલ થઇ છે. આ સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે પવનથી પોર્ટ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો છે. જખૌમાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી રહી છે.
IAF સંપત્તિ રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર
IAF એ ટ્વિટ કર્યુંને જણાવ્યું હતુ કે Cyclonebiparjoy ચક્રવાતને કારણે ઊભી થતી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા IAF નાગરિકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે,”
#IAF assets in Op readiness for relief and rescue operations that would follow the landfall of #Cyclonebiparjoy. IAF is committed to assist fellow citizens to tackle contingencies that arise due to the cyclone. pic.twitter.com/y8jdsuNerR
— Indian Air Force (@IAF_MCC) June 15, 2023
બિપરજોય વાવાઝોડુ હવે જખૌ બંદરથી બહુ દુર નથી
‘બિપરજોય’ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 80કિમી દૂર છે ત્યારે દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE.VSCS BIPARJOY at 1630IST today near lat 22.8N and lon 67.9E about 80km WSW of Jakhau Port (Gujarat),130km WNW of Devbhumi Dwarka.Landfall process will commence near Jakhau Port from today evening,continue till midnight. pic.twitter.com/ewTrGSRZF0
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE.VSCS BIPARJOY at 1530IST today near lat 22.85N and lon 67.7E about 100km WSW of Jakhau Port (Gujarat),150km WNW of Devbhumi Dwarka.Landfall process will commence near Jakhau Port from today evening,continue till midnight. pic.twitter.com/2QSFVq3K32
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
IMDના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું . હાલ આ વાવાઝોડું જખૌ બંદરથી માત્ર 100 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 6 km પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
#WATCH | "…The landfall process is likely to start during the evening hour and it will continue till midnight," says Manorama Mohanty, MET Director, Ahmedabad, as she gives an update on #CycloneBiparjoy pic.twitter.com/pl4Q1q1Iu3
— ANI (@ANI) June 15, 2023
કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન- નોર્થ વેસ્ટ ઈન્સ્પેક્ટર જનરલ એકે હરબોલાએ કહ્યું કે કોસ્ટ ગાર્ડની ફરજ શોધ અને બચાવ છે. આજની તારીખે, અમે ગુજરાતમાં વિવિધ સ્થળોએ 15 જહાજો તૈયાર રાખ્યા છે. ગુજરાત અમારું ઓપરેશનલ બેઝ નથી, તેમ છતાં તે તૈનાત કરવામાં આવ્યું છે. અમારું ધ્યાન ઉત્તર ગુજરાતમાં છે. અમે ઉત્તર ગુજરાતમાં વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા છે. અમે રાજ્ય સરકારના સતત સંપર્કમાં છીએ. લેન્ડફોલ પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 15 જહાજો અને 4 એરક્રાફ્ટને સ્ટેન્ડબાય પર રાખ્યા છે.
#WATCH | #CycloneBiparjoy | "We are expecting landfall to take place between 1800 to 2000 hours (6pm to 8pm). Anticipating the situation post that, we have kept around 15 ships and 7 aircraft on standby. We have also kept 4 special Dornier and 3 helicopters at Coast Guard Station… pic.twitter.com/M6AErtIURN
— ANI (@ANI) June 15, 2023
બિપરજોય વાવાઝોડાએ સ્પીડ પકડી
વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી માત્ર 110 કિમી દૂર છે. ત્યારે વાવાઝોડું નજીક આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જખૌમાં આ વાવાઝોડાની ભારે અસર વર્તાઈ રહી છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE.VSCS BIPARJOY at 1430IST today near lat 22.8N and lon 67.6E about 110km WSW of Jakhau Port (Gujarat),160km WNW of Devbhumi Dwarka.Landfall process will commence near Jakhau Port from today evening,continue till midnight. pic.twitter.com/vUZnTr0POZ
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ ઉડ્યો
દ્વારકામાં ભારે પવન ફૂકાવવાના કારણે મીઠાપુરમાં ટાટાના પ્લાન્ટનો શેડ જ ઊડી ગયો હતો. જે બાદ NDRFની ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ગુજરાતના બંદરો પર ડોર્નિયર અને ચેતક તૈનાત
બિપરજોયના ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હોવાના કારણે ભારતીય કોસ્ટ ગાર્ડ પર લોકોના સુરક્ષા માટે પગલાં લઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમ.વી.પાઠકે જણાવ્યું કે, ‘અમે બચાવ અને રાહત કાર્ય માટે અમારા જહાજોને બંદર પર તૈનાત કર્યા છે. અમે ગુજરાતમાં અમારા 3 ઓફશોર પેટ્રોલિંગ વાહનો, 4 ઝડપી પેટ્રોલિંગ વાહનો, 8 ઈન્ટરસેપ્ટર બોટ, 3 ડોર્નિયર, 1 ALH તૈયાર છે. દમણમાં 4 ડોર્નિયર, 4 ચેતક અને 1 ALH તૈનાત કરાયા છે. અમે ગુજરાતમાં 23 DRT (ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ) તૈયાર કરી છે.
#WATCH | Our ships are ready at various places including Okha and Mundra. We have 21 Disaster Response Teams ready across Gujarat. Four Dornier aircraft & one ALH are stationed in Gujarat; four Dornier, four Chetak helicopters and one ALH are on standby at Daman. Our pollution… pic.twitter.com/NDfjneh2T4
— ANI (@ANI) June 15, 2023
ST નિગમે બસની 4300 ટ્રીપ રદ્દ કરી
બિપોરજોય વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. અનેક ઘરોના છાપરા ઉડવા લાગ્યા
જખૌમાં વાવાઝોડાની અસર
બિપરજોય ચક્રવાત હવે જખૌથી માત્ર 120 કિ.મી. દૂર છે. ત્યારે આ પહેલા જખૌથી તેની ગંભીર અસર જોવા મળી રહી છે. હાલ જખૌમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મુન્દ્રા પોર્ટ પર બિપોરજોયની ખતરનાક અસર જોવા મળી રહી છે. મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કચ્છના મુન્દ્રા પોર્ટ પર 2200 કિલોના કન્ટેનર હવાથી પડી ગયા હતા.