બનાસકાંઠા: ડીસામાં ‘બિપરજોય’ ઇફેક્ટ : બપોરે જોરદાર વરસાદી ઝાપટું *ભણસાલી હોસ્પિટલ પાસે ઝાડ તૂટી પડયું
પાલનપુર: ગુજરાતના પશ્ચિમ વિસ્તારના જખૌ માં ‘બિપરજોય’ વાવાઝોડુ ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સમગ્ર ગુજરાતનું તંત્ર એલર્ટ છે. દરમિયાન આ વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે. ત્યારે ગુરુવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચઢી આવ્યા હતા, અને ધૂળની ડમરી સાથે ભારે તેજ પવન ફૂકાયો હતો.
બનાસકાંઠા : ડીસામાં 'બિપરજોય' ઇફેક્ટ : બપોરે જોરદાર વરસાદી ઝાપટું#banaskantha #deesa #BiparjoyUpdate #wind #CycloneBiparjoyUpdate #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/WUwKWgTJ9W
— Hum Dekhenge News (@humdekhengenews) June 15, 2023
જેના પગલે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. અને સમગ્ર માહોલ ચોમાસાના વરસાદ જેવો બની ગયો હતો. વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ જવા પામી છે. તો અહીંની ભણસાલી હોસ્પિટલ પાસે એક ઝાડ ભારે પવનના કારણે ધરશાયી થતા રોડનો એક્સાઇડ નો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો. આ ઝાડ વીજળીના વાયરો ઉપર તૂટી પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થવા પામી ન હતી. શહેરમાં બે દિવસથી તેજ પવન ફુંકાઈ રહ્યો છે, છતાં પરસેવો પાડતી ગરમી પણ એટલી જ પડી રહી છે. જ્યારે ‘બિપરજોય’ વાવાઝોડાના પગલે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના ધારાસભ્યએ વાવાઝોડાને લઈ બોલાવી અગત્યની બેઠક