ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના કોચિંગ સેન્ટરમાં આગ, વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાંથી વાયર પકડીને નીચે ઊતર્યા!

Text To Speech

દેશમાં NOC અને ફાયર સેફ્ટીને લઈને તંત્રની ઘોર બેદલકારી દેખાઈ રહી છે. જેનો ભોગ અવાર-નવાર લોકો બનતા હોય છે. આવી જ એક બેદલકારીની ઘટના દિલ્હીમાં સામે આવી છે. દિલ્હીના મુખર્જીનગર વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં ગુરુવારે બપોરે 12 વાગ્યે આગ લાગી હતી, જેના કારણે ત્યાં હાજર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બિલ્ડિંગના ત્રીજા માળેથી વાયરની મદદથી નીચે ઊતરતા જોવા મળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીએ બારી અને બાલ્કનીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ દુર્ઘટના બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડિંગમાં સર્જાઈ હતી, જેમાં ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસીમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 11 ફાયરફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં.

મુખર્જીનગર વિસ્તારમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સિવિલ સર્વિસીઝની તૈયારી કરે છે. જ્યાં આગ લાગી એ કેન્દ્રમાં 200થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા અને ત્યાંથી ફાયર એક્ઝિટ નહોતું, જેના કારણે વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. બિલ્ડિંગમાંથી કૂદી ગયેલા વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આગ લાગતાંની સાથે જ તેમણે બારીમાંથી કૂદવાનું શરૂ કરી દીધું હતું. જોકે અંદર કેટલા લોકો હતા એ પોલીસે જણાવ્યું નથી.

આ પણ વાંચો: 400 કારના કાફલા સાથે BJP નેતાઓ કોંગ્રેસમાં જોડાવા ગયા! વિડિયો વાયરલ

Back to top button