શું ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી જશે?; સંજય રાઉતનું ટ્વિટ- મહારાષ્ટ્ર વિધાનસભા થઈ શકે છે ભંગ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને લઈને સસ્પેન્સ યથાવત છે. શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. દરમિયાન, બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે 40 ધારાસભ્યો તેમની સાથે છે. શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે પાર્ટીના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી જોડાણ કરવા વિનંતી કરી હતી. દરમિયાન, ગુજરાતના સુરતની એક હોટલમાં રાખવામાં આવેલા ધારાસભ્યોને ખાસ ફ્લાઇટ દ્વારા આસામ મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આસામમાં ભાજપની સરકાર છે. અગાઉ શિવસેનાના મંત્રી એકનાથ શિંદેએ પાર્ટી સામે બળવો કરીને ભાજપ શાસિત ગુજરાતમાં કેટલાક ધારાસભ્યોને રાખ્યા હતા.
બેઠકોનો રાઉન્ડ શરૂ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે NCP પ્રમુખ શરદ પવાર મુંબઈમાં YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા. રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, પ્રધાનો જયંત પાટીલ અને બાળાસાહેબ પાટીલે આજે સવારે તેમના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. ત્યારે રાજકીય ઉથલપાથલ વચ્ચે આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પ્રોફાઈલ પરથી મંત્રી પદની માહિતી હટાવી દીધી છે.
#WATCH | NCP chief Sharad Pawar reaches YB Chavan centre in Mumbai amid the ongoing political crisis in #Maharashtra
State's HM Dilip Walse Patil and ministers Jayant Patil & Balasaheb Patil met him at his residence earlier this morning. pic.twitter.com/gksypgOxoz
— ANI (@ANI) June 22, 2022
મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થઈ શકે છેઃ સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહ્યું છે.’
महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने..
— Sanjay Raut (@rautsanjay61) June 22, 2022
એકનાથ શિંદે સાથે એક કલાક ફોન પર વાતચીત: સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે તેમણે એકનાથ શિંદે સાથે એક કલાક સુધી ફોન પર વાત કરી હતી. પત્રકારોના સવાલોના જવાબમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, એકનાથ શિંદે અમારા બહુ જૂના પાર્ટીના સભ્ય છે તેઓ અમારા મિત્ર છે, અમે દાયકાઓ સુધી સાથે કામ કર્યું છે. તેમના માટે કે અમારા માટે એકબીજાને છોડવું સહેલું નથી. મેં આજે સવારે તેમની સાથે એક કલાક વાત કરી અને પાર્ટી ચીફને તેની જાણ કરવામાં આવી છે.
સત્તા ગુમાવીશું પરંતુ અમે લડતા રહીશું: સંજય રાઉત
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જે ધારાસભ્યો એકનાથ શિંદે સાથે છે તેમની સાથે વાતચીત ચાલી રહી છે. બધા જ નેતા શિવસેનામાં જ રહેશે. અમારી પાર્ટી લડાકુ પાર્ટી છે, અમે સતત લડીશું. ઓછામાં ઓછું અમે સત્તા ગુમાવીશું પણ અમે લડતા રહીશું.
વધુ 8 ધારાસભ્યો ગુવાહાટી પહોંચી રહ્યા છે
આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે વધુ 8 ધારાસભ્યો ગુવાહાટી પહોંચી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામ એકનાથ શિંદેના કેમ્પમાં સામેલ થશે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રના 40 બળવાખોર ધારાસભ્યો પહેલેથી જ ગુવાહાટીમાં છે. જેમાંથી 33 શિવસેનાના છે અને 7 અપક્ષ ધારાસભ્યો છે. શિંદેએ આજે દાવો કર્યો હતો કે અહીં 40 ધારાસભ્યો તેમની સાથે છે. આ સિવાય 10 વધુ ધારાસભ્યો ટૂંક સમયમાં તેમની સાથે જોડાઈ શકે છે.