ગરીબ અને વંચિત નાગરીકોને ન્યાય અપાવવા ખેડા જિલ્લામાં કરાશે સ્વાગત કાર્યક્રમ
ગરીબ અને વંચિત નાગરીક પોતાનો પ્રશ્ન સરળતાથી રજૂ કરી ન્યાય મેળવી શકે તે માટે સ્વાગત કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકા સ્તરે અગાઉ સંબધિત કચેરીએ પોતાની રજૂઆત અથવા ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય એવા પ્રશ્નો રજુ કરી શકાશે. સંબંધિત અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
તારીખ ૨૧-૦૬-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી, ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં કપડવંજ ખાતે; જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં વસો ખાતે, પોલીસ અધિક્ષકશ્રી, ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં ઠાસરા ખાતે, નાયબ વન સંરક્ષકશ્રી, ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં મહેમદાવાદ ખાતે; નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં મહુધા ખાતે; પ્રાંત અધિકારી, ઠાસરાની અધ્યક્ષતામાં ગળતેશ્વર ખાતે; નાયબ કલેક્ટર જ.સુ અને અપીલ, ખેડા- નડીયાદની અધ્યક્ષતામાં ખેડા ખાતે; જિલ્લા પુરવઠા અધિકારી ખેડા-નડિયાદની અધ્યક્ષતામાં માતર ખાતે; નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી, ખેડા- નડિયાદની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે અને પ્રાંત અધિકારી, કપડવંજની અધ્યક્ષતામાં કઠલાલ, મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
ઉપરોકત તાલુકાઓમાં અગાઉ સબંધિત કચેરીએ પોતાની રજુઆત/ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી એમ અધિક નિવાસી કલેકટરશ્રી ખેડા નડિયાદ દ્વારા જણાવવામાં આવેલ છે.
આ પણ વાંચો: બિપરજોય: દ્વારકાના દરિયાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ; જાણો શું છે નવા અપડેટ