ગુજરાતનેશનલ

Cyclone Biporjoyના કારણે ટ્રેન થઈ છે કેન્સલ ? જાણો કેવી રીતે મેળશે રિફંડ

Text To Speech

ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ને ધ્યાનમાં રાખીને આજે ઘણી બધી ટ્રેનો રદ કરવામા આવી છે. રેલવે વિભાગ દ્વારા સાવચેતીના ભાગ રુપે કેટલીક ટ્રેનોની સેવા બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ત્યારે ટ્રેન કેન્સલ થવાના કારણે રિઝર્વેશન કરાવી ચૂકેલા મુસાફરો આ સરળ રીતથી રિફંડ મેળવી શકે છે.

વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો રદ

બિપરજોય વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વિનાશની આશંકા છે.ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ ને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો ને રદ્દ કરવામાં આવી છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારી રેલવે ટિકિટ કેન્સલ થઈ ગઈ હોય તો તમે રિફંડ કેવી રીતે મેળવી શકો છો.

 આ પણ વાંચો : બિપરજોય ચક્રવાત LIVE અપડેટ: દરિયો બનશે ભારે તોફાની, નવલખી અને કંડલામાં 2થી 3 માળ સુધીના મોજા ઉછળશે

ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો શું કરવુ ?

જે લોકોએ રેલવે ટિકિટ ઓનલાઈન બુક કરાવી હોય તેમણે રિફંડની ચિંતા કરવાની જરૂર નથી. જો તેમની ટ્રેન કેન્સલ થાય છે તો તેઓને કંઈ કરાવાની જરુર નથી. તેમનામાં ટિકિટના પૈસા આપમેળે બેન્ક ખાતામાં જમા થઈ જશે. જો કે રેલવે રિફંડ માટે 7-8 કામકાજના દિવસોનો સમય આપે છે પરંતુ સામાન્ય રીતે મોટાભાગના લોકોને 2-3 દિવસમાં રિફંડ મળી જતુ હોય છે.

આ રીતે TDR ફાઇલ કરો

મુસાફરોના પૈસાનું સંપૂર્ણ રિફંડ મોકલવા માટે તમારે TDR ફાઇલ કરવી પડતી હોય છે. જેના માટે તમારે સૌ પ્રથમ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જવું, જ્યા તમારે લોગઈન કરવાનું રહેશે. લોગઈન કર્યા બાદ TDR લિંક પર જઈને PNR નંબર, ટ્રેન નંબર અને કેપ્ચા કોડ સબમિટ કરો. ત્યારબાદ OTP એન્ટર કર્યા પછી તમે PNR ની સંપૂર્ણ વિગતો દેખાશે જ્યાં રિફંડ વિકલ્પ પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ સ્ક્રીન પર એક કન્ફર્મેશન મેસેજ આવશે. જે બાદ તમે જે બેંક એકાઉન્ટમાં રિફંડ મેળવવા માંગો છો તેની વિગતો ભરો આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને ટ્રેનની રદ કરાયેલ ટિકિટનું રિફંડ મળશે.જો કે તમે વિન્ડોમાંથી ટિકિટ લીધી છે, તમે તેને રદ કરીને રિફંડ મેળવી શકો છો.

 આ પણ વાંચો : Cyclone Biparjoy Update : રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી

Back to top button