ટ્રેન્ડિંગનેશનલ

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ સગીર કુસ્તીબાજ કેસમાં દિલ્હી પોલીસે કેસ રદ્દ કરવાનો રિપોર્ટ કર્યો ફાઇલ

Text To Speech

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સાથે સંકળાયેલી એક સગીર મહિલા કુસ્તીબાજના કેસમાં દિલ્હી પોલીસે આ કેસને રદ કરવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટમાં 550 પાનાનો કેન્સલેશન રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સગીર કુસ્તીબાજના નિવેદનના આધારે કોર્ટમાં આ રિપોર્ટ દાખલ કર્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 1 જુલાઈએ થશે.

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે 7 જૂને ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સાથે મુલાકાત કરી હતી અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ખાતરી આપી હતી કે આ કેસમાં 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ ખાતરી બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન બંધ કરી દીધું હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “મંત્રીએ કુસ્તીબાજોને ખાતરી આપી છે કે 15 જૂન (ગુરુવાર) સુધીમાં કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, તેથી અમે તેનું પાલન કરીશું.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન, દિલ્હી પોલીસે અન્ય પાંચ દેશોના કુસ્તી સંગઠનો/ફેડરેશનોને પત્ર લખીને સિંહ દ્વારા જાતીય સતામણીના કથિત બનાવો અંગે માહિતી માંગી છે, પરંતુ તેમના જવાબની રાહ જોવાઈ રહી છે. સત્તાવાળાઓ તરફથી જવાબ મળ્યા બાદ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે મેચ દરમિયાન કુસ્તીબાજો જ્યાં રોકાયા હતા તે સ્થળોના ટૂર્નામેન્ટના ફોટા અને વીડિયો, સીસીટીવી ફૂટેજ વગેરે પ્રદાન કરવા માટે વિનંતી કરતી નોટિસ જાહેર કરવામાં આવી છે.

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે અત્યાર સુધીમાં 180થી વધુ લોકોની પૂછપરછ કરી છે. પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના ગોંડામાં બીજેપી સાંસદ બ્રિજ ભૂષણના ઘરે પણ ગઈ હતી, જ્યાં તેણે સાંસદના સંબંધીઓ, સહકર્મીઓ, ઘરેલુ કામદારો અને તેના સહયોગીઓના નિવેદનો નોંધ્યા હતા.

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કઈ કલમ લગાવાઈ છે?

બ્રિજભૂષણ શરણ સિંહના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે સુનાવણીની આગામી તારીખ 22 જૂન નક્કી કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ કેસમાં તેની પ્રથમ ચાર્જશીટમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર આઈપીસી કલમ 354 (મહિલા પર તેના શીલભંગ કરવાના ઈરાદાથી હુમલો), 354-A (સેક્સ્યુઅલ ટિપ્પણી) 354D (સ્ત્રીનો પીછો કરવો) જેવી કલમો લગાવી હતી.

દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કેમ કેસ રદ્દ કરવાની કરી માંગ?

ફરિયાદ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર, 1000 પાનાની ચાર્જશીટમાં, દિલ્હી પોલીસે કહ્યું છે કે સંપૂર્ણ તપાસ પછી, સગીરના આરોપો પર ‘કોઈ નક્કર પુરાવા’ મળ્યા નથી. આ સાથે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર POCSO એક્ટ રદ કરવાની ભલામણ કરી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે POCSO કેસને રદ કરવાની પોલીસની ભલામણ છોકરીના પિતાના નિવેદન પર આધારિત છે.

આ મામલાની આગામી સુનાવણી 4 જુલાઈએ પટિયાલા હાઉસ કોર્ટમાં થશે

મહત્વનું દિલ્હીના જંતર-મંતર પર, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જેવા દેશના ટોચના કુસ્તી બાજોએ ભાજપના સાંસદ અને કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કર્યો હતો. એક મહિના પહેલા, પોલીસે ‘કુસ્તીબાજોના શોષણ’ના મામલામાં 12 વર્ષ સુધી રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ અને 6 વખત સંસદસભ્ય રહેલા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધી હતી.

આ પણ વાંચો: OBC રિપોર્ટ પર વિવાદ, શાસક-વિપક્ષ વચ્ચે વળતો પ્રહાર, NCBC ચેરમેને આરોપો પર આપ્યો જવાબ

 

Back to top button