નેશનલ

બિપરજોયના ખતરા વચ્ચે NOAA’sના વૈજ્ઞાનિકોએ આપ્યો ચિંતાજનક રિપોર્ટ

હમ દેખેગે ન્યૂઝ; ડેસ્ક: બિપરજોય નો ખ તરો ગુજરાતના માથે તોળાઈ રહ્યો છે, તેવામાં એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જે માનવજાને તેમના કામ કરવાની પદ્ધતિને લઈને ચેતવણી આપી રહ્યું છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 174 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, મે મહિનામાં સૌથી વધારે ગરમી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી-ઠંડીમાં થતાં મોટા ફેરફારો થઇ રહ્યાં છે અને તે કારણે મહાકાય વાવાઝોડાઓનું જન્મ થઈ રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિઓને કારણે પૃથ્વી પર માનવતા સામે મોટા પડકાર ઊભા થઇ રહ્યા છે. વાવાઝોડાં, કાળઝાળ ગરમી, આંધી, અકાળે વરસાદ વગેરે જેવી મુશ્કેલીઓ પાછલા કેટલાક સમયથી વધી ગઈ છે. આ સમસ્યા પાછળ ગ્લોબલ વોર્મિંગ જ જવાબદાર હોવાનું વૈજ્ઞાનિકો દ્વારા કહેવામા આવ્યું છે. આ દરમિયાન નેશનલ સેન્ટર ફોર એન્વાયરોમેન્ટલ ઈન્ફર્મેશન NOAA’sના વૈજ્ઞાનિકો દ્વારા જણાવ્યાનુસાર 174 વર્ષના ઇતિહાસમાં 2023નો મે મહિનો વિશ્વમાં રેકોર્ડ ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો.

આ પણ વાંચો- બિપરજોય ઇફેક્ટ: 24 કલાકમાં 115 તાલુકામાં ખાબક્યો વરસાદ; દરિયાકાંઠે હાઇએલર્ટ

NOAA’sના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર પૃથ્વીની દરિયાઈ સપાટીનું તાપમાન પણ સતત બીજા મહિને રેકોર્ડ સ્તરે રહ્યું હતું. મે મહિનાનું સરેરાશ વૈશ્વિક તાપમાન 20મી સદીની સરેરાશ 58.6 ડિગ્રી ફેરનહીટ (14.8 ડિગ્રી સે.) કરતાં 1.75 ડિગ્રી ફેરનહીટ (0.97 ડિગ્રી સે.) વધુ હતું જેના લીધે 174 વર્ષના ઈતિહાસમાં આ મે મહિનો ત્રીજો સૌથી ગરમ મે મહિના તરીકે નોંધાયો હતો. મે 2023 એ સતત 47મો મે અને 20મી સદીની સરેરાશ કરતા વધુ તાપમાન ધરાવતો સતત 531મો મહિનો રહ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, દરિયાના વાતાવરણાં ગરમીનો પારો વધે છે ત્યારે ચક્રવાત અને ભયાનક વાવાઝોડા જન્મ લેતા હોય છે. આ બિપરજોય તેનું ઉદાહરણ છે. જો માનવજાતિનો વ્યવહાર આવો જ ચાલશે તો આગામી દિવસોમાં પણ બિપરજોય જેવા અનેક ભયંકર વાવાઝોડાઓનો સામનો આખા વિશ્વને કરવો પડશે.

જો ખંડની વાત કરીએ તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં મે મહિનો રેકોર્ડ સૌથી ગરમ મહિનો રહ્યો હતો. જ્યારે આફ્રિકા, એશિયા અને યુરોપમાં પણ આ મે મહિનો તેમના ટોપ-20 ગરમ મહિનાઓમાં સામેલ રહ્યો હતો. જોકે એન્ટાર્કટિકા સરેરાશ મે મહિના કરતાં ઠંડો રહ્યો હતો.

આ પણ વાંચો- બિપરજોય ઇફેક્ટ: 24 કલાકમાં 115 તાલુકામાં ખાબક્યો વરસાદ; દરિયાકાંઠે હાઇએલર્ટ

Back to top button