કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

બિપરજોય વાવાઝોડું: અસરગ્રસ્ત નાના ભુલકાઓ માટે મુન્દ્રા-બારોઈ ખાતેનું શેલ્ટર હોમ બન્યું “શિક્ષણ”નું મુકામ

સંભવિત બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરીકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાઉન્ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન અનેક એવા લાગણીસભર દશ્યો સર્જાયા છે જેમાં વહીવટી તંત્રનો માનવીય અભિગમ ઉડીને આંખે વળગે તેવો રહ્યો છે. ત્યારે કચ્છના મુન્દ્રા તાલુકાના બારોઈ શિશુમંદિર શાળાના ખાતેના શેલ્ટર હોમમાં અસરગ્રસ્ત બાળકોને લઈને સ્નેહભરી પળો જોવા મળી હતી.

મુન્દ્રા તાલુકામાં નાગરિકોને શેલ્ટર હોમમાં સુરક્ષિત સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ત્યારે સંભવિત બિપરજોય વાવાઝોડાની ગંભીર સ્થિતિથી અજાણ અસરગ્રસ્ત નાના ભુલકાઓને તેમની મસ્તીમાં મસ્ત રાખવા માટે આંગણવાડી વર્કરની બહોનો દ્વારા માતૃભાવ સાથે તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકોએ જ આગવી રીતે કરી તૈયારી

શેલ્ટર હોમમાં પરિવાર સાથે રહેતા આશરે ૩૦ બાળકોને આંગણવાડી બહેનો નૃત્ય સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ કરાવીને તેમને શિક્ષણ આપી રહ્યા છે. બાળકો સાથે કાલીધેલી વાતો કરીને તેમની જોડે સમય પસાર કરી રહ્યા છે. વધુમાં બાળકોના સ્વાસ્થ્યની દરકાર કરીને દાતાશ્રીઓ અને સીડીપીઓ દ્વારા બાળકોને પૌષ્ટિક કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આમ શેલ્ટર હોમ અસરગ્રસ્ત નાના ભુલકાઓ માટે શિક્ષણનું મુકામ સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે, વિપરીત પરિસ્થતિમાં પણ વહીવટી તંત્રના વિવિધ વિભાગો સકારાત્મક અભિગમ સાથે નાગરીકોની સુરક્ષા માટે કર્મનિષ્ઠ બનીને પોતાની ફરજ બજાવી રહ્યા છે.

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ મુન્દ્રા બંદર તેમજ બારોઈ ગામે શેલ્ટર હોમની મુલાકાત લીધી:

 

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ મુન્દ્રા બંદર તેમજ બારોઈ ગામે શેલ્ટર હોમની મુલાકાત લીધી

 

બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ મુન્દ્રા બંદરની મુલાકાત લીધી હતી.અદાણી ગ્રુપના પ્રતિનિધિએ મંત્રીને વાવાઝોડાની પૂર્વતૈયારીઓથી અવગત કર્યા હતા.

મંત્રીએ બારોઈ ગામમાં સરસ્વતી શીશુ મંદિર સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ શેલ્ટર હોમની પણ મુલાકાત લીધી હતી. અહીં બંદર અને આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા થયેલ પૂર્વતૈયારીની અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી સંભવિત નુકસાનથી બચવા થયેલ સ્થળાંતર અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ મુન્દ્રા બંદર તેમજ બારોઈ ગામે શેલ્ટર હોમની મુલાકાત લીધી:

 

શેલ્ટર હોમ ખાતે મંત્રીશ્રીએ આશ્રિતોને ખબર અંતર પૂછીને વાતચીત કરી હતી તેમજ તેમને તંત્ર દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી શેલ્ટર હોમ ન છોડવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે, બારોઈ સરસ્વતી શીશુ મંદિર સ્કૂલ ખાતે હાલ ૨૪૦ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, તેમજ વધુ લોકોનો સમાવેશ કરવા માટેની સુવિધા પણ તૈયાર રાખવામાં આવી છે.

આ દરમિયાન સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, પ્રાંત અધિકારી ચેતન મિશણ, અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: ખેડાના સેવાલિયામાં હાર્ટ એટેકે ધોરણ-12ના વિદ્યાર્થીનો જીવ લીધો

Back to top button