બિપરજોય વાવાઝોડાની જિલ્લામાં અસરની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ
પાક, કૃષિ પેદાશોના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને હવામાન ખાતાની બિપરજોય વાવાઝોડાની આગાહીને જોતા અતિ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી થયેલ છે. આવા અતિ ભારે પવન અને વરસાદને અનુલક્ષીને ખેડતોએ પાક કૃષિ પેદાશોના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને ખેતીવાડી અધિકારી દ્વારા સંદેશ આપવામાં આવે છે.
બિપરજોય વાવાઝોડાથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. નવું વાવેતર કરવાનું ટાળવું. તે ઉપરાંત જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
આ અંગે વધુ જાણકારી માટે જે તે વિસ્તારના ગ્રામસેવા વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક , જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયુ છે.
આ પણ વાંચો : ભૂજ: બિપરજોય” વાવાઝોડાના પગલે પશુપાલન વિભાગે 51448 પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા