ગુજરાતટોપ ન્યૂઝ

બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ

  • વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન
  • 2019 વીજપોલ ધરાશાયી થતા વીજ તંત્રમાં દોડધામ
  • જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે

ગુજરાતના ભુજના 131 સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 240 ગામોમાં અંધારપટ થયુ છે. જેમાં વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 1,535 ફીડર ઠપ્પ થયા છે. હાલારના 870, જૂનાગઢના 423, પોરબંદરના 203 સહિત 2019 વીજપોલ ધરાશાયી થયા છે. તથા મોરબીમાં 114 ફીડર બંધ થયા, જયારે 64 વીજપોલ પડી ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાની અસરને જોતા AMCએ લીધો મોટો નિર્ણય 

વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર – કચ્છમાં બીપરજોય વાવાઝોડાના આગમન પૂર્વે તેની અસર માત્રથી ઠેર ઠેર નુકશાન જોવા મળી રહ્યું છે જોરદાર પવન ફુંકાતા સૌરાષ્ટ્રમાં 1535 ફીડર ઠપ્પ થઇ ગયા છે જેના પરિણામ સ્વરૂપે 240 ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો હતો જયારે 2019 વીજપોલ ધરાશાયી થતા વીજ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ

જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે વાવાઝોડાને લીધે જોરદાર પવન ફુંકાતા પીજીવીસીએલ તંત્ર દોડતું રહ્યું છે રાજકોટ ગ્રામ્યના 83 ફીડર ઠપ્પ થઇ ગયા હતા જયારે 118 વીજપોલ પડી ગયા હતા તેમજ મોરબીમાં 114 ફીડર બંધ થયા હતા જયારે 64 વીજપોલ પડી ગયા હતા પોરબંદરમાં 147 ફીડર ઠપ્પ થયા હતા જેને પગલે 10 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને 203 વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. જયારે જૂનાગઢમાં 158 ફીડર ઠપ્પ થતા 3 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો અને 423 વીજપોલ જમીનદોસ્ત થઇ ગયા હતા. આ ઉપરાંત હાલારની વાત કરીએ તો જામનગરમાં 392 ફીડર ઠપ્પ થઇ જતા 88 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને સૌથી વધુ 870 વીજપોલનો બુકડો બોલી ગયો હતો.

ભુજમાં 241 ફીડર ઠપ્પ થતા 131 ગામડાઓમાં વીજળી ગુલ થઇ ગઈ

ભુજમાં 241 ફીડર ઠપ્પ થતા 131 ગામડાઓમાં વીજળી ગુલ થઇ ગઈ હતી અને 87 વીજપોલ પડી ગયા હતા. અંજારમાં 90 ફીડર ઠપ્પ થયા હતા જયારે 8 વીજપોલ પડી ગયા હતા. ભાવનગરમાં 46 ફીડર ઠપ્પ થતા 7 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને 26 વીજપોલ પડી ગયા હતા. બોટાદમાં 38 ફીડર ઠપ્પ થયા હતા અને 7 વીજપોલ પડી ગયા હતા. અમરેલીમાં 124 ફીડર ઠપ્પ થતા 1 ગામડામાં અંધારપટ છવાયો હતો અને 162 વીજપોલ પડી ગયા હતા. તેમજ સુરેન્દ્રનગરમાં 102 ફીડર બંધ થયા હતા અને 51 વીજપોલ પડી ગયા હતા.

Back to top button