Biparjoy Update: CM ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડા અંગે ગાંધીનગરમાં યોજી બેઠક
ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
બિપરજોય વાવાઝોડા સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વાવાઝોડાની સંભવિત અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચાલી રહેલ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી.
નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ફૂડ પેકેટનું આયોજન, વીજ થાંભલાઓ અંગે તકેદારી અને… pic.twitter.com/MbA07OB2wy
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 14, 2023
8 જિલ્લાઓમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
બિપરજોય વાવાઝોડા સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વાવાઝોડાની સંભવિત અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચાલી રહેલ આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી. નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ફૂડ પેકેટનું આયોજન, વીજ થાંભલાઓ અંગે તકેદારી અને પાણી પૂરવઠાની સ્થિતિ સહિતની કામગીરીની વિગતો મેળવી. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના લોકોને સુરક્ષા-સલામતિ-સાવચેતીના પગલાંમાં સહયોગ આપવા મુખ્યમંત્રીનો ઓડિયો-વિડીયો વોટ્સઅપ મેસેજ કરવામાં આવ્યો. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel holds review meeting in Gandhinagar, over preparedness for cyclone 'Biparjoy'. pic.twitter.com/R4p0P3G2GY
— ANI (@ANI) June 14, 2023
કુલ 74345 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 7243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.
કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.૧૫મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
દરિયાકાંઠાના જિલ્લાઓના ગામો-નગરોના લોકોને સંભવિત વાવાઝોડાની અસરો સામે સલામતિ-સાવચેતીના પગલાં અંગે મુખ્યમંત્રીનો ઓડિયો મેસેજ તથા વોટ્સઅપ વિડીયો મેસેજ પણ માહિતી ખાતા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તેની પણ વિગતો આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો:Biparjoy Update: રાજ્યના આ જીલ્લાઓની પાસે આવી રહ્યું છે વાવાઝોડું