ગુજરાત

સૌરાષ્ટ્રમાં આ પવિત્ર યાત્રાધામ પાસે ત્રણ ભેંસના કમકમાટીભર્યા મોત થયા

Text To Speech

રાજકોટના યાત્રાધામ વીરપુરમાં ગત રાત્રે ખાનગી બસના ડ્રાઈવરે 3 ભેંસને અડફેટે લેતા ત્રણેયનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જયારે અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ફરાર થયો હતો.

ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે અચાનક હોર્ન મારતા મયુરભાઈની ભેંસો ભડકી

મળતી માહિતી મુજબ, વીરપુરમાં માલધારી સમાજના લોકો બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. માલધારીઓ પશુપાલન સાથે જોડાયેલા હોય અને પશુઓનું દૂધ વેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. માલધારીઓ પોતાના પશુઓને લઈને સિમ વિસ્તારમાં ચારો ચરાવવા માટે જતા હોય છે અને મોડી રાતે પાછા ફરતા હોય છે ત્યારે વીરપુરમાં રહેતા માલધારી મયુરભાઈ ભુંડિયા ગત રાતે પોતાની ત્રણ જેટલી ભેંસોને લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે હાઈવે પરની સાઈડમાં પશુઓ સાથે ચાલ્યા આવતા હતા ત્યારે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે અચાનક હોર્ન મારતા મયુરભાઈની ભેંસો ભડકી હતી અને તે જ બસ ચાલકે ત્રણ જેટલી ભેંસોને અડફેટે લેતા ત્રણેય ભેંસો ઘટના સ્થળે જ મોતને ભેટી હતી ત્યારે મયુરભાઈએ બસ ચાલકને રોકવા માટે કોશિશ કરી હતી પરંતુ બસ ચાલક બસ લઈને નાસી છૂટ્યો હતો પરંતુ પાછળ આવી રહેલા વાહન ચાલકોએ તે બસ ચાલકને આગળ જતાં અટકાવ્યો હતો અને બસ ચાલક બસ મૂકીને ભાગી છૂટ્યો હતો.

માલીકે પોતાના પશુના મોતનું વળતર માંગ્યું, પોલીસે નોંધ્યો ગુનો

આ અંગે મયુરભાઈ ભુંડિયાએ જણાવ્યું હતું કે, તેઓ માલધારી હોવાથી વર્ષોથી બાપદાદા વખતથી પશુપાલન સાથે સંકળાયેલા છે અને દૂધ વેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે પોતાની રોજીરોટી આ ત્રણ ભેંસો જ હતી તેમાં પણ બે ભેંસો ગર્ભવતી હોવાથી ભેંસોને ખાનગી ટ્રાવેલ્સના બસ ચાલકે અડફેટે લેતા પોતાના પરિવાર પર આભ ફાટ્યું હતું અને પોતાની રોજીરોટી સમાન ત્રણેય ભેંસોનું વળતર આપવા માંગ કરી હતી જેમને લઈને મયુરભાઈએ વીરપુર પોલીસમાં ખાનગી ટ્રાવેલ્સની બસ સામે ફરિયાદ નોંધાવી હતી અને વીરપુર પોલીસે આઈપીસી કલમ 279 તેમજ 429,એમબી એક્ટ કલમ 177,184,134 સહિત કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button