ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: લો બોલો…! બાઈક ચોરવા તસ્કરો ડીસામાં રિક્ષામાં ફરતા, બે શખ્શોની પોલીસ સમક્ષ કબૂલાત

Text To Speech

પાલનપુર: ડીસામાં રિક્ષામાં ફરીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા બે શખ્સો ઝડપાઈ ગયા છે. પોલીસે ચોરી કરનાર બે યુવકોને ચોરીના બાઈક સાથે ઝડપી લઈ ગુન્હામાં વાપરતા રીક્ષા પણ જપ્ત કરી અન્ય ચોરીઓના ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે.

પોલીસે રીક્ષા અને બાઇક જપ્ત કર્યું

ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ આજે (બુધવારે) તપાસમાં હતી, તે સમયે બાઈક ચોરી કરનાર યુવકો રીક્ષા લઈને ફરતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે તે દિશામાં ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ખાનગી રહે વોચ ગોઠવી હતી અને તે સમયે શિવનગર વિસ્તારમાં રહેતો વિજયસિંહ સોલંકી અને ટેકરા વિસ્તારમાં રહેતો શેરસિંહ સોઢા શંકાસ્પદ હાલતમાં જણાતા તેમને ઉભા રખાવી પૂછપરછ કરતા બંને પડી ભાગ્યા હતા.

ચોરી-humdekhengenews

જેથી પોલીસે આ બંને યુવકોની પૂછપરછ કરતા તેમણે બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.ચોરીની કબૂલાત કરતા જ શહેર ઉત્તર પોલીસે બંને યુવકોની અટકાયત કરી હતી જ્યારે ચોરી કરેલા બાઈક અને ગુનામાં ઉપયોગમાં લેતા રીક્ષા જપ્ત કરી હતી. પોલીસે અત્યારે આ બંને યુવકોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અન્ય ચોરીના ગુનાઓ ઉકેલાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો :બનાસકાંઠાના કલેકટરે બિપરજોયના પગલે નાગરિકોને આપ્યો ખાસ સંદેશ

Back to top button