ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ‘બિપરજોય’ વાવાઝોડાના સંકટ સામે અંબાજી મંદિરમાં કરાયો યજ્ઞ

Text To Speech

પાલનપુર:  ‘બિપરજોય’ વાવાઝોડાના સંકટ સામે માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પરના તમામ જીવોની રક્ષા માટે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત સંસ્કૃત પાઠશાળા અને પેટા મંદિરોના ભૂદેવો દ્વારા વિશેષ રક્ષા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

મંદિરોના પૂજારીઓ તથા શક્તિપીઠ ગબ્બરના બ્રાહ્મણો દ્વારા વિશેષ રક્ષા યજ્ઞ કરાયો

ટ્રસ્ટ અંબાજી-

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની સંસ્કૃત પાઠશાળા, 51 શક્તિપીઠ ગબ્બરના બ્રાહ્મણો તથા પેટા મંદિરના પૂજારીશ્રીઓએ આ રક્ષા યજ્ઞમાં વિશેષ આહુતિ આપી ગુજરાત પરથી આ સંકટ ટળી જાય તે માટે જગત જનની માં જગદંબાની ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ત્યારબાદ અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજા આરોહણ કરી વિશ્વ કલ્યાણ તથા બિપરજોય વાવાઝોડા સામે ગુજરાત સહિત સમગ્ર ભારતની માતાજી રક્ષા કરે તેવી વિનવણી કરી હતી.

આ પણ વાંચો :જામનગરના દરિયાકાંઠાનુ એક એવું ગામ કે જ્યાં વાવાઝોડાથી બચવા ગામ લોકોએ જ આગવી રીતે કરી તૈયારી

Back to top button