ટ્રેન્ડિંગનેશનલ

કોઈ સવાલ પૂછે તો BJP વાળા તેને દેશદ્રોહી બનાવી દે છેઃ Ashok Gehlot

Text To Speech

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે જયપુરમાં રાજસ્થાન ઈન્ટરનેશનલ સેન્ટરમાં ગાંધી દર્શન સંમેલનમાં ભાજપની આકરી ટીકા કરી હતી.

ધર્મના નામે RSS અને BJPએ કબ્જો કર્યો છે: રાજસ્થાનના CM

પોતાના સંબોધનમાં સીએમ ગેહલોતે સવાલ કરતા કહ્યુ હતું કે, “આ દેશમાં લોકશાહીની સ્થિતિ શું છે? દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? કોઈને ખબર નથી કે ભારત કઈ દિશામાં જશે? દેશના બંધારણની હાલત ખરાબ કરી નાંખવામાં આવી રહી છે. ધર્મના નામે RSS અને BJPએ કબ્જો કર્યો છે. પરંતુ ધર્મના નામે ચૂંટણી જીતવી એ કોઈ મોટી વાત નથી.”

સરકાર ત્યારે જ હોય ​​છે જ્યારે સામે વિરોધપક્ષ હોય: અશોક ગેહલોત 

તેમણે વધુમાં કહ્યું હતું કે, “સરકાર ત્યારે જ હોય ​​છે જ્યારે સામે વિરોધપક્ષ હોય અને સરકારની ટીકા સાંભળવાની હિંમત હોય. જ્યારે મારી કે મારી સરકારની ટીકા થાય ત્યારે મને તે ગમે છે. કદાચ તેમાં એવા તથ્યો હોય કે હું સુધારી શકું. જો હું મારી ટીકાને પસંદ ન કરું તો તો પછી યોગ્યને સાચી વસ્તુ કેવી રીતે બહાર આવશે.”

BJPની કરી આકરી ટીકા 
BJPની ટીકા કરતા સીએમ ગેહલોતે વધુમાં કહ્યું કે, “આજકાલ જો કોઈ લેખ લખે, પ્રવચન આપે અથવા પોતાના મનની વાત કરે છે તો દેશમાં તેને દેશદ્રોહી ગણવામાં આવે છે. જેલમાં જઈને જુઓ. કેટલા પત્રકારો, લેખકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, અથવા તેઓ જેલમા જઈને આવ્યા છે. જેલની અંદર બંધ આવા લોકો ક્યારે છુટશે એ પણ એક સવાલ છે?”

RSS અને BJP પર કર્યો શાબ્દિક હુમલો
ઉપરાંત તેમણે જણાવ્યુ, “અન્ના હજારે, બાબા રામદેવ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને RSS અને BJP દ્વારા આગળ કરવામાં આવ્યા છે. શું દેશમાં લોકપાલ અંગે કોઈ ચર્ચા થાય છે ખરી? અને ધર્મના નામ પર સરકાર બદલાઈ જાય છે.”

“ઈન્દિરા ગાંધીએ પોતાનો જીવ આપ્યો”

બીજેપીને ઘેરતા સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, “ઇન્દિરા ગાંધીએ પોતાનો જીવ આપ્યો પરંતુ ખાલિસ્તાન બનવા ન દીધું. આ લોકોને પૂછો કે તમે આઝાદી સમયે ક્યાં હતા? તમારી આંગળી પણ કપાઈ નથી. તેઓ ફક્ત મોટી મોટી વાતો કરે છે કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું.”

આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના ઊર્જા મંત્રીની ધરપકડ બાદ થયો મોટો ખુલાસો

 

Back to top button