ઉત્તર ગુજરાતગુજરાત
સીપુ અને મુક્તેશ્વર ડેમની નીચેવાસમાં રહેતા લોકોને સલામત સ્થાને ખસી જવા અપીલ
પાલનપુર: ચોમાસુ- 2023 દરમિયાન ચાલુ સાલે ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો સીપુ જળાશય યોજના તાલુકો દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમને તેની પૂર્ણ સપાટીએ ભરવાનું આયોજન છે.
ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો બન્ને જળાશય પૂર્ણ સપાટીએ ભરવાનું આયોજન
જેથી જરૂર પડે તો ડેમના દરવાજા ખોલી પાણી નીચેવાસમાં વહેવડાવવાની શક્યતા રહેલી હોઇ સીપુ અને મુક્તેશ્વર ડેમની નીચેવાસમાં તેમજ જાહેર જનતા તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવવાનું કે નદીના વિસ્તારમાં પ્રવેશ થવાને કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી. તેમજ નદીના પટમાંથી પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થાને ખસી જવા જણાવાયું છે.
આ પણ વાંચો :પાકિસ્તાની યુવક બાઇક પર જ ફર્યો આખું ભારત, શું કહ્યુ તેણે India વિશે?