ટોપ ન્યૂઝનેશનલ

મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ડિસોઝાનો દિલ્હીમાં પોલીસકર્મીઓ પર થૂંકતો વીડિયો વાયરલ

Text To Speech

નેશનલ ડેસ્કઃ મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસની ‘સત્યાગ્રહ માર્ચ’ વચ્ચે મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અટકાયત દરમિયાન પોલીસકર્મીઓ પર થૂંકતી જોવા મળી રહી છે. દરેક લોકો પોલીસકર્મીઓ પર આ રીતે થૂંકવાની નિંદા કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાના આ કૃત્ય પર દિલ્હી પોલીસ તેમની સામે કેસ નોંધવા જઈ રહી છે. જો કે મામલો ગરમાયા બાદ કોંગ્રેસ નેતાએ ટ્વિટર પર પોતાની સ્પષ્ટતા આપી અને થૂંકવાનું સાચું કારણ આપ્યું.

નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ અને સેનાની નવી ‘અગ્નિપથ’ યોજનાના વિરોધમાં કોંગ્રેસે મંગળવારે દિલ્હીમાં ‘સત્યાગ્રહ માર્ચ’ કાઢી હતી. આ પછી પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

આ દરમિયાન મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેતા ડિસોઝાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમાં તે અટકાયત દરમિયાન પોલીસકર્મીઓ પર કથિત રીતે થૂંકતી જોવા મળી રહી છે.

દિલ્હી બીજેપી સેક્રેટરી ઈમ્પ્રીત સિંહ બક્ષીએ પણ આ વીડિયો પોતાના ટ્વિટર પર શેર કરતા કહ્યું કે, આ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેતા ડિસોઝાનું કૃત્ય છે. આ સૈનિકો મહિલાઓ પર થૂંકે છે. આવી ખરાબ, રાષ્ટ્રવિરોધી, સેના વિરોધી માનસિકતાના કારણે તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Back to top button