બ્રેકિંગ: 16-17 જૂને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગ
ગાંધીનગર: ગુજરાત પર બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્યમાં એક રીતનો ડરનો માહોલ ઉભો થયો છે. જોકે, સરકારની તમામ તૈયારીઓના કારણે જાનહાનિ ઓછી થવાની શક્યતા છે. જોકે હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં માહિતી આપી છે કે 15 અને 16 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડા બાદ પણ બિપરજોયની અસર રહેશે જથી 16-17 જૂને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે.
16 જૂને ઉત્તર ગુજરાતને મેઘા ઘમરોળશે
હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યું છે કે, 16-17 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિત કચ્છ- મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાત તેમજ દીવમાં 62થી 87ની કિમીની ગતિએ પવર ફુંકાવવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાના ખતરામાં પ્રથમ વખત ભીષ્મ ક્યૂબ ફેસિલિટીનો પ્રયોગ કરાશે
બીજી તરફ પંચમહાલ, મહિસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં હળવીથી મધ્યમ વીજળી સહિત 30થી 50 kmplની ગતિએ પવન ફુંકાવવાની ભારે શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા 17મી જૂને બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી તથા ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ગીર-સોમનાથમાં મધ્યમથી ભારે વીજળી સહિત 62થી 87 કિમીની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા છે. બીજી બાજુ પ્રભાવીત વિસ્તોરો સહિતનામાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અને ગીર-સોમનાથમાં 30થી 50 ગતિથી પવન સાથે હળવીથી મધ્યમ વીજળી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો- બ્રેકિંગ ન્યૂઝ: કાલે સાંજે ચાર વાગે ગુજરાતને ટકરાશે બિપરજોય નામની આફત; 125થી 135 kmની ઝડપે ફુંકાશે પવન