biparjoy Cyclone: કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 313 ગામોમાં અંધારપટ છવાયો
બિપરજોય વાવાઝોડાની ભયાનક અસર અત્યારે ગુજરાતના દરિયાકાંઠાએ જોવા મળી રહી છે. ત્યારે આ બાજું કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિભારે તોફાની પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે કચ્છ- સીરાષ્ટ્રમાં ૧૧ કેવીના ૧,૫૦૩ જેટલા ફીડરી સદંતર ઠપ થઈ ગયો છે, જેને પગલે વિદ્યુત સર્કલમાં ૩૧૩ ગામોમાં વીજળી વેરણ બની અંધારપટ છવાઈ ગયો છે. બીજી તરફ વાવાઝોડાની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં દરિયાકાંઠાથી જમીન સુધીના પાંચ કિલોમીટર વિસ્તારોના 267 ગામોમાં મંગળવારથી વિશાળ સ્તરે હાથ ધરાયેલી સ્થળાંતરની પ્રકિવામાં અત્યાર સુધી કુલ મળીન 37,794 લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરાયું છે. અતિ ભારે પવનના જોર અને વરસાદને લીધે ઉક્ત જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં વૃક્ષો, વીજળીના થાંભલા ધરાશાયી થયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
એનડીઆરએફ- એસડીઆરએફના સોમવારના ડિપ્લોયમેન્ટમાં કોઈ ફેરફાર નથી. એનડીઆરએફની કુલ ૧૫ ટીમો ૮ જિલ્લાઓમાં મુકાઈ છે, જે પૈકી ૧૨ ટીમો તૈનાત થઈ ચૂકી છે, જ્યારે એસડીઆરએફની કુલ ૧૩ પ્લાટૂન પૈકી ૧૧ ખડકાઈ ચૂકી હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના ખતરામાં પ્રથમ વખત ભીષ્મ ક્યૂબ ફેસિલિટીનો પ્રયોગ કરાશે
પીજીવીસીએલના ૧૨ વિદ્યુત સર્કલમાં ૩૧૩ ગામોમાં વીજલાઇનોનું રિસ્ટોરેશન ભારે પવન અને વરસાદને કારણે હાલ શક્ય નથી, પરંતુ વરસાદ બંધ થતાં ૧,૫૦૩ ફીડરો કાર્યરત કરવા પ્રવાસ કરાશે એમ જણાવાઈ રહ્યું છે. ઊર્જા વિભાગની આ કંપનીના ટોચના સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે ૫,૦૦૦ જેટલી જંગી સ્ટાફ સાંકળીને ૧૩૦ જેટલી ટીમો બનાવાઈ છે, જે કચ્છ અને સૌરાષ્ટ્રના વાવાઝોડાની સંભવિત અસરવાળા વિસ્તારોમાં મૂકવામાં આવી છે, જે ઊર્જાની કટોકટી નિવારવા માટે જરૂરી સાધનો સાથે સુસજ્જ છે. સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે, ટ્રાન્સફોમર્સ ૪૨,૦૦૦ અને વીજળીના ૯૦,૦૦૦ થાંભલા અનિચ્છનીય પરિસ્થિતિ માટે તૈપાર રખાયા છે.
22 વર્ષ પછી ફરી વાવાઝોડાનો ખતરો:
ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વિનાશકારી વાવાઝોડાના રૂપૢઆ 1983ના વાવાઝોડાનો પણ ઉલ્લેખ થાય છે. જેમા મોટા પાયે નુકશાન થયુ હતુ. આ વાવાઝોડાએ સૌરાષ્ટ્રને પ્રભાવિત કર્યુ હતુ. સૌથી વધુ નુકશાન 1998માંથયુ હતુ. બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલ તોઈતે માં સરકારની પુરે પુરી તૈયારી ના કારણે એટલું નુકશાન થયુ નહી. 174 લોકોના મોત થયા હતા જ્યારે કે 81 લોકો ગાયબ થયા હતા. એ સમયે મોટાભાગની હવાની ગતિ 185 રહી હતી. 1960થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં સાત સમુદ્રી વાવાઝોડાનુ આવી ચુક્યા છે. 1998 ના ખતરનાક વાવાઝોડા પછી તૌકત સાતમુ ચક્રવાત હતુ જેનુ લૈંડ ફોલ ગુજરાત હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ના કારણે 125-135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે આ દરમિયાન પવનની મહત્તમ ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતના જામનગર, કચ્છ અને દ્વારકા જિલ્લામાં 15 જૂને 20 સેમીથી વધુ વરસાદની ચેતવણી જારી કરી છે.
આ પણ વાંચો: એ તોફાન કચ્છવાસીઓ આજે પણ ભૂલ્યા નથી જેણે 10 હજાર જીવ લીધા હતા