ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: આડેધડ વાહન પાર્ક કરતા સાવચેત, ટ્રાફિક પોલીસ સાથે AMC પણ દંડ ફટકારશે

  • પાર્કિંગ કરવાને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવા ટોઈંગ કરવામાં આવશે
  • આડેધડ વાહન-પાર્ક કરતા રૂ.100થી રૂ.500નો દંડ વસૂલાશે
  • આ હેતુસર AMC દ્વરા 7 ક્રેન ભાડે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદમાં આડેધડ વાહન-પાર્ક કરતા સાવચેત રહેજો. પકડાશો તો આવશે મોટો દંડ આવશે. હવે મ્યુનિ.પણ આડેધડ વાહન-પાર્ક કરેલા વાહન-ટૉ કરશે તેમાં 7-ઝોન માટે 7-ક્રેન ભાડે લેવાશે. તેમાં શિફ્ટદીઠ રોજ રૂ. 4,000નું ભાડું ચૂકવાશે મહિને રૂ. 21 લાખનો ખર્ચ થશે. જેમાં આડેધડ વાહન-પાર્ક કરતા રૂ.100થી રૂ.500નો દંડ વસૂલાશે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCએ ચોમાસામાં નાગરિકોની ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો 

પાર્કિંગ કરવાને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવા ટોઈંગ કરવામાં આવશે

AMC દ્વારા અમદાવાદમાં આડેધડ વાહનો પાર્કિંગ કરવાને કારણે સર્જાતી સમસ્યા હળવી કરવાની નેમ સાથે વાહનો ટોઈંગ કરવામાં આવશે. આ હેતુસર મ્યુનિ. દ્વારા ક્રેન ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. AMC દ્વારા સાતેય ઝોનમાં એક-એક એમ ક્રેન ભાડે લેવામાં આવશે. સાતેય ઝોન માટે દૈનિક 8 કલાકની શિફ્ટદીઠ રૂ. 4,000ના ભાડેથી ક્રેન લેવામાં આવશે. આમ, આ હેતુસર દર મહિને રૂ. 21 લાખ ક્રેન ભાડે લેવા પાછળ ખર્ચવામાં આવશે. આમ, હવે શહેરમાં કોઈ જગ્યાએ પાર્ક કરેલું વાહન ટૉ કરવામાં આવે તો ફક્ત ટ્રાફિક પોલીસ જ નહીં, પરંતુ AMCની ટીમ પણ વાહન ટૉ કરીને લઈ જશે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની ગુનાહિત કેસમાં ધરપકડ કરાઇ, જાણો સમગ્ર મામલો 

ટ્રાફિક પોલીસની સરખામણીએ AMCનો દંડ ઓછો

AMCની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ટોઈંગ કારયેલા વાહન માટે રૂ. 100થી રૂ. 500નો દંડ ચૂકવવો પડશે. આમ, ટ્રાફિક પોલીસની સરખામણીએ AMCનો દંડ ઓછો હશે. શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ અને આડેધડ પાર્ક કરાયેલા વાહન ટો કરાયેલ વાહન ટ્રાફિક પોલીસે ટોઈંગ કર્યું છે કે AMCની ટીમે ટોઈંગ કર્યું છે, તેની જાણકારી બાબતે ગૂંચવાડો સર્જાય અને નાગરિકો મૂઝવણમાં મૂકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી 

આ હેતુસર AMC દ્વરા 7 ક્રેન ભાડે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો

શહેરમાં સામાન્ય રીતે ટ્રાફ્કિ પોલીસ દ્વારા વાહનને ટો કરીને લઈ જવામાં આવે છે. જેથી સૌથી પહેલા જો પોતાનું વાહન તો થયું હોય તો લોકો ટ્રાફ્કિ પોલીસ નો સંપર્ક કરે છે પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ક્રેન વાહન ટો કરશે તો નાગરિકોને કેવી રીતે ખ્યાલ આવશે કે વાહન કોર્પોરેશનની ટીમે ટો કર્યું છે કે પછી ટ્રાફ્કિ પોલીસ દ્વારા કરાયું છે, તે અંગે અસમંજસભરી સ્થિતિ સર્જાશે. અમદાવાદમાં રોજબરોજ ટ્રાફ્કિ સમસ્યા વિકટ બની રહી છે. AMCની એસ્ટેટ વિભાગની ટીમ ટ્રાફ્કિમાં નડતરરૂપ વાહનોને ટીમ લોક મારી દેશે અને વાહનોને ટો કરીને પણ લઈ જશે. આ હેતુસર AMC દ્વરા 7 ક્રેન ભાડે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક ઝોનમાં એક- એક ક્રેન ફળવવામાં આવશે. શહેરમાં નો-પાર્કિંગ હોવા છતાં પણ વાહનો પાર્ક કરેલા હશે તો તેને ટો કરીને લઈ જવામાં આવશે.

Back to top button