ગુજરાતટોપ ન્યૂઝ

બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Text To Speech
  • અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે પવન ફુંકાઇ શકે છે
  • આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જાણો કેવી છે તૈયારી

મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી આગાહી છે. તેમજ કચ્છ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તથા રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ, ખેડા, આણંદ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે પવન ફુંકાઇ શકે છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામાં થયો વધારો, ગુજરાતના 7 જિલ્લામાં ખતરો

અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં 15,16 અને 17 જૂને ભારે વરસાદની આગાહી છે. તથા આગામી 4 દિવસ રાજ્યમાં ઠેર ઠેર વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ વાવાઝોડુ આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા દ્વારકાથી 300 કિમી દૂર તેમજ બિપોરજોય વાવાઝોડુ જખૌથી માત્ર 290 કિમી દૂર છે. સાથે જ નલિયાથી 310 કિમી દૂર છે. તેમજ પાકિસ્તાનના કરાંચીથી વાવાઝોડુ 370 કિમી દૂર છે. વાવાઝોડુ બિપોરજોય અરબી સમુદ્રમાં આગળ વધ્યું છે. તથા વાવાઝોડુ સતત ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

Back to top button