ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

મોરબીના ઉદ્યોગો આજથી 3 દિવસ બંધ

  • બિપરજોય વાવાઝોડાના પગલે પૂર્વ સાવચેતીના પગલા
  • 1 હજારથી વધુ સિરામિક ઉદ્યોગોના શ્રમિકોને સલામત સ્‍થળે ખસેડવા કાર્યવાહી
  • સિરામિક ઉદ્યોગ દ્વારા કંટ્રોલ રૂમ કરાયો શરૂ
  • મોરબી જિલ્લામાં દરેક જરૂરિયાતમંદ સુધી ફુડ પેકેટ પહોંચાડવા માટે ટીમ સતત કાર્યશીલ

મોરબીના જ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ પર વાવાઝોડા અને વરસાદની પરિસ્‍થિતિના પગલે સંકટ સર્જાયું છે. મોરબીની ટાઇલ્‍સ દેશ-વિદેશમાં નિકાસ થાય છે. સીરામીક સિવાયના અન્‍ય ઉદ્યોગો પણ મોરબી પંથકમાં આવેલા છે. આ તમામ ઉદ્યોગોમાં આજથી ત્રણ દિવસ માટે સ્‍વૈચ્‍છિક રજા પાડવાનો નિર્ણય કરવામાં આવ્‍યા છે. ઉદ્યોગોમાં કામ કરતા સેકડો શ્રમિકોને સલામત સ્‍થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીરામીક ઉદ્યોગે પરિસ્‍થિતિને અનુલક્ષીને તાકીદની અસરથી કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.

મોરબી આસપાસ 1000 જેટલા સીરામીક કારખાના

મોરબી પંથકમાં 1000 જેટલા સીરામીક ઉદ્યોગો અને અન્‍ય ઉત્‍પાદનોના કેટલાક ઉદ્યોગો આજથી ત્રણ દિવસ માટે બંધ પડશે આ ઉદ્યોગોમાં મોટાભાગે પતરાના સેડ છે જે પ્રકારે વાવાઝોડું ફૂકાવાની આગાહી છે. તે જોતા ઉદ્યોગ ગૃહોના પતરા ઉડવાની ભીતી છે. સિમેન્‍ટના પતરા હોવાથી ઉડે તો પતરાને નુકસાન થાય અને પતરા ઉડવાથી જાનમાલની નુકસાની નો પણ ભય રહે. પતરા ઉડ્‍યા પછી તાત્‍કાલિક નવાપતરા બેસાડવાનું શક્‍ય નથી. કેવી પરિસ્‍થિતિ થશે તે અત્‍યારે કોઈ કહી શકે તેમ નથી પણ પૂર્વ સાવચેતીના પગલાં રૂપે તારીખ 13,14 અને 15ના રોજ મોરબી પંથકના સીરામીક સહિતના તમામ ઉદ્યોગો ત્રણ દિવસ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

કારખાના બંધ રહે તો મશીનરીનો રાહત કામગીરીમાં ઉપયોગ કરવા ઓફર

પતરા ઉડે તો ઉદ્યોગોની કીમતી મશીનરીને વરસાદથી તે વાવાઝોડા થી નુકસાન થવાની ઉદ્યોગકારોને ચિંતા છે જો ત્રણ દિવસથી વધુ સમય ઉદ્યોગો બંધ રહે અને વાવાઝોડાથી ખોટું નુકસાન થાય તો ઉદ્યોગોને આર્થિક માર્ગ પડશે તેમ જ ઉદ્યોગ ગૃહોમાં કામ કરતા શ્રમજીવીઓની રોજગારીનો પ્રશ્ન થશે. સિરામિક ઉદ્યોગના અગ્રણીઓ સાવચેતીના શક્‍ય તેટલા પગલાં લઈ રહ્યા છે. ઉદ્યોગો બંધ રહે તે સમયગાળામાં તેની જેસીબી સહિતની મશીનરીનો સરકારને અન્‍ય ક્‍યાંય બચાવવા રાહતના કાર્યમાં ઉપયોગ કરવો હોય તો કરી શકે તેવી ઓફર ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું કેવો વણાંક લેશે તેના પર આવનારા દિવસોની પરિસ્‍થિતિનો આધાર છે. વાવાઝોડાની પરિસ્‍થિતિમાંથી સૌ સલામત રીતે પાર ઉતરી જાય તે માટે ઉપયોગ કરો અને પ્રજાજનો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવશે

દરમિયાન મોરબી સિરામિક ઉત્‍પાદક એશો.ની યાદી જણાવેલ છે કે, આવતા બે ત્રણ દિવસમા બીપરજોય વાવાઝોડાનુ સંકટ મોરબી ઉપર આવા રહ્યુ છે, જેથી આ વાવાઝોડા દરમિયાન સીરામીક ઈન્‍ડસ્‍ટ્રીઝમા શેડની ઉંચાઈ વઘુ હોવાથી તેમજ પતરાના શેડ હોવાથી મોટી નુકશાની થવાની ભીતી છે, તેમજ પતરાના શેડ હોવાથી વાવાઝોડા દરમિયાન પતરા ઉડે તો કામદારોને ઈજા કે જાનહાની થઈ શકે છે, જેથી મજુરોની સલામતી માટે આજથી 3 કે 4 દિવસ માટે ઉત્‍પાદન બંઘ કરી દેવામા આવશે, મજુરો ને સલામત પાકા લેબર કવાર્ટરમા રાખવામા આવશે તેમજ ઔદ્યોગિક વિસ્‍તારના રોડ અને 8 એ નેશનલ હાઈવે ઉપર દરરોજના 8000 જેટલા વાહનોનુ પરિવહન થતુ હોય છે જેથી રોડ ઉપર પણ અકસ્‍માતના બનાવો ના બને તે માટે સાવચેતીના પગલા રૂપે સીરામીક ઉદ્યોગનુ ડીસ્‍પેચ બંઘ કરી દેવામા આવ્‍યુ છે તેમજ તેમજ વાવાઝોડા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્‍થિતીમા કોઈ મજુર કે રાહદારી ફસાય કે રોડ ઉપર ક્‍યાય વૃ્‌ક્ષો પડી જાય તો તેના માટે જરૂરી મશીનરી લોડર કે જેસીબી તૈયાર રાખવામા આવેલ છે જેના માટે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા ત્રણ ઈમરજન્‍સી નંબર ઇમરજન્‍સીમાં મો.97275 70850 અથવા 95745 98772 અથવા 98252 10831 જાહેર કરવામાં આવ્‍યા છે. વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની પણ શક્‍યતા રહેલ છે મોરબી જિલ્લામા કોઈપણ લોકોને જો ફુડની જરુર પડે તો ફુડ પેકેટ માટે ટીમ સતત કાર્યશીલ રહેશે.

Back to top button