ટ્રેન્ડિંગમનોરંજન

‘Adipurush’ બોક્સ ઓફિસ પર તોડશે તમામ રેકોર્ડ ? ઓપનિંગ ડે પર કરી શકે છે તગડી કમાણી

Text To Speech

‘Adipurush’ની રીલીઝ પહેલા તેને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. લોકો તેના એડવાન્સ બુકિંગ માટે હરીફાઈ કરી રહ્યા છે. ફિલ્મે માત્ર 2 દિવસમાં 45 હજાર ટિકિટ વેચી છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ 3 દિવસ બાકી છે. તેની એડવાન્સ બુકિંગ લાખોમાં થઈ શકે છે. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ ‘રામ’ના રોલમાં જોવા મળશે અને કૃતિ સેનન ‘સીતા’ના રોલમાં જોવા મળશે. હવે તેની એડવાન્સ બુકિંગને જોતા આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી શકે છે.

‘Adipurush’ પહેલા દિવસે આટલી કમાણી કરી શકે !

‘Adipurush’ પહેલા દિવસે ખૂબ કમાણી કરી શકે છે. ફિલ્મ પ્રથમ દિવસે તેલુગુમાં 55 કરોડ અને હિન્દી બેલ્ટમાં 30 કરોડની કમાણી કરે તેવી સંભાવના છે. ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ જોઈને લાગે છે કે ફિલ્મ ઓપનિંગ ડે પર સારી કમાણી કરી શકે છે.

Adipurush film

‘પઠાણ’, ‘બાહુબલી 2’ અને ‘KGF-2’ને પાછળ છોડી વધુ કલેક્શન કરે તેવી શક્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે જો ફિલ્મ પહેલા દિવસે 100 કરોડનું કલેક્શન કરે છે તો તે પઠાણ, બાહુબલી 2, RRR અને KGF 2ને પાછળ છોડી શકે છે. 16 જૂને રિલીઝ થનારી ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો હવે જોવાનું એ રહેશે કે ફિલ્મને કેટલો ફાયદો થાય છે.

ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ

ભારતમાં પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની ચર્ચા પહેલાથી જ બની ચૂકી છે. આ સાથે વિદેશોમાં પણ ફેન્સ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બંને દેશોમાં ફિલ્મે એડવાન્સ બુકિંગના મામલામાં KGF-2ને પાછળ છોડી દીધી છે.

Back to top button