બનાસકાંઠા: ગુજરાતમાં વાવાઝોડાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સાથે સંગઠન તૈયાર
પાલનપુર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની સિદ્ધિઓ વિશે ભાજપ દ્વારા દેશમાં મહાજનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત બે દિવસ માટે બનાસકાંઠાના પ્રવાસે આવેલા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે ‘મીટ ધ પ્રેસ’ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પત્રકારોએ ગુજરાતમાં આવી રહેલ વાવાઝોડા અંગે તૈયારીઓ બાબતે પૂછેલા પ્રશ્નના ઉત્તર આપતા તેમને જણાવ્યું હતું કે, વાવાઝોડાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સંપૂર્ણ સજ્જ છે, અને નાગરિકોને ગભરાવાની જરાય જરૂર નથી. માત્ર સરકારે જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરી સાવચેતી રાખવી જોઈએ. તમારા બાળકો અને પરિવારનું રક્ષણ કરવા સરકાર સાથે ભાજપનું સંગઠન ખડે પગે તૈયાર છે.
UP નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે 'મીટ ધ પ્રેસ' યોજવામાં આવી #UPDEPUTYCM #brijeshpathak #palanpur #palanpurupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/vCAkI9HqZA
— Hum Dekhenge News (@humdekhengenews) June 13, 2023
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને પાલનપુરમાં ‘મીટ ધ પ્રેસ’
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા કામોથી ઉર્જા સાથે આવનારા સમયમાં રામરાજ્યની સ્થાપના પૂરેપૂરી થશે. આજે દેશમાં સંરક્ષણ ક્ષેત્રે, મહિલા સશક્તિકરણ, આરોગ્ય વિશે, શિક્ષણમાં, સલામતીમાં તમામ ક્ષેત્રે જે કામો થઈ રહ્યા છે તેનાથી દેશના તમામ લોકો સંતુષ્ટ છે. ઇન્ફાસ્ટ્રક્ચર ની વાતો કરતા જણાવેલ કે, ભારતના તમામ રસ્તાઓ, રેલવેના કામો, દેશના વાયુ મથકોનો બમણો વિકાસ આધુનિકરણ સાથે થવાથી ભારત દુનિયાના વિકસિત દેશોની હરોળમાં છે. બ્રિજેશ પાઠકએ વધુ જણાવેલ કે, દેશના તમામ નાગરિકો માટે અનેક યોજનાઓ જેવી કે નળ થી જળ યોજના, આયુષ્માન ભારત, કિશાન નિધિ, નાના વેપારી ફેરિયાઓ માટે આર્થિક સહાય થી માંડીને પાડોશી દેશ પાકિસ્તાન વિશે વાત કરતા જણાવેલ કે, પહેલા પાકિસ્તાન કાંકરીચાળો કરે તો કોઈ વળતો જવાબ આપતું ન હતું. આજે સર્જીકલસ્ટ્રાઈક કરી અનેક રીતે જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા મિડીયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: બિપરજોયથી પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ; 80 હજાર લોકોનું કરાશે સ્થળાંતર