ગુજરાત

અમદાવાદમાં AMC દ્વારા આ કાર્ય કરી રૂ.200 કરોડની આવક કરાશે

Text To Speech
  • 900 ટુ- વ્હીલરની કેપેસિટી ધરાવતું પે એન્ડ પાર્ક બનાવ્યુ
  • ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાન-શો-રૂમ બનાવવામાં આવ્યા
  • સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ, 68 દુકાનોની હરાજી

અમદાવાદમાં AMC દ્વારા શહેરના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર તૈયાર કરવામાં આવેલ મલ્ટિલેવલ પાર્કિંગમાં કુલ 68 દુકાનોનું હરાજીથી વેચાણ કરવાની કવાયત હાથ ધરી છે અને આ દુકાનોની હરાજી મારફતે રૂ. 200 કરોડ એકત્રિત કરવાની ધારણા છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડામાં સોલાર પેનલોને થશે મોટુ નુકસાન, કેવી રીતે બચશે!

900 ટુ- વ્હીલરની કેપેસિટી ધરાવતું પે એન્ડ પાર્ક બનાવ્યુ

આ મલ્ટિલેવલ પે એન્ડ પાર્કનાં પાંચમા માળ સાથે ઓપન ટેરેસનાં હક આપવા અંગે સર્જાયેલાં વિવાદ બાબતે ટીપી કમિટી ચેરમેને એવી સ્પષ્ટતા કરી હતી કે, પાંચમા માળનાં ઓપન ટેરેસનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાશે નહિ. સિંધુભવન રોડની આસપાસના વિસ્તારમાં અનેક કોમર્શિયલ અને રહેણાંકની સ્કીમો બની ગઇ હોવાથી ટ્રાફિકનું ભારણ વધવાને કારણે સિંધુભવન રોડ પર વિશાળ પ્લોટમાં 391 ફોર વ્હીલર અને 900 ટુ- વ્હીલરની કેપેસિટી ધરાવતું પે એન્ડ પાર્ક બનાવ્યુ છે.

ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાન-શો-રૂમ બનાવવામાં આવ્યા

સિંધુભવન પે એન્ડ પાર્કની તમામ કોમર્શિયલ સ્પેસનાં વેચાણ માટે જે બેઝ પ્રાઇસ રાખવામાં આવી છે તેની ગણતરી કરતાં 200 કરોડ જેટલી થાય છે. પરંતુ ઇ-ઓકશનમાં મોટી કંપનીઓ જેવા ભાગ લેશે તે જોતાં આવક 200 કરોડથી વધુ થવાની ધારણા છે. સિંધુભવન પરના પે એન્ડ પાર્કના ગ્રાઉન્ડ ફ્લોરમાં 23 દુકાન-શો-રૂમ બનાવવામાં આવ્યા છે. પહેલા માળે 16 જેટલી દુકાન-શો-રૂમ તથા ઓફ્સિ ઉપયોગ થઇ શકે તે પ્રકારની કોમર્શિયલ સ્પેસ છે.

Back to top button