ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત ATSએ ISKIPના વધુ એક સભ્યને શ્રીનગરથી દબોચ્યો, ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લવાશે

ગત 9 જૂનના રોજ, ATSએ ISKP મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા એક મહિલા સહિત ચાર આતંકીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે ભારતમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો હેન્ડલર શ્રીનગરનો ઝુબેરને વોન્ટેડ દર્શાવવામા આવ્યો હતો. આ આરોપીને ATS એ શ્રીનગરમાંથી તેને શોધી કાઢીને તેની ધરપકડ કરી લીધી છે.

ઝુબેર અહેમદ મુનશીની ATSએ કરી ધરપકડ

સોમવારે શ્રીનગરમાંથી ISKPમોડ્યુલ સાથે સંકળાયેલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જાણકારી મુજબ શ્રીનગરના રહેવાસી ઝુબેર અહેમદ મુનશીની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે એટીએસની એક ટીમે ટેકનીકલ સર્વલન્સ ગોઠવીને શ્રીનગર પોલીસની મદદથી ઝુબેર મુનશીને ઝડપી લીધો હતો અને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, જેથી આ મામલામાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ATSએ જણાવ્યું હતું કે 9 જૂને પોરબંદરમાંથી ઝડપાયેલા ત્રણેય શખ્સો પણ શ્રીનગરના વતની હતા, જ્યારે મહિલા સુરતની રહેવાસી છે, ચારેય સામે ગેરકાનૂની પ્રવૃતિ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ats-humdekhengenews

મુનશી ISKP મોડ્યુલનો ભાગ

પોલીસ તપાસમાં ત્રણેય કાશ્મીરી યુવકો અને મહિલાને આતંકી હુમલા માટે અફઘાનિસ્તાન મોકલવાની યોજના પાછળનો માસ્ટર માઇન્ડ શ્રીનગરનો ઝુબેર મુનશી હોવાનું ખુલ્યું હતું.તે ભારતમાં કટ્ટરવાદી યુવકો અને યુવતીઓને શોધીને આત્મઘાતી હુમલા કરવા માટે તૈયાર કરતો હતો.

આરોપીઓની બેગમાંથી મોબાઈલ ફોન,ટેબ્લેટ અને તીક્ષ્ણ હથિયારો મળ્યા

જાણકારી મુજબ ધરપકડ કરાયેલ આ ત્રણ વ્યક્તિઓ ઉબેદ નાસીર મીર, હનાન હયાત શોલ અને મોહમ્મદ હાજીમ શાહ- બોટ પર માછીમાર તરીકે કામ કરવા પોરબંદર પહોંચ્યા હતા. તેઓએ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાર કરીને ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચવાની અને ISKPમાં જોડાવવાની યોજના બનાવી હતી, ATSએ જણાવ્યું હતું કે, તેઓને આરોપીઓની બેગમાંથી મોબાઈલ ફોન, ટેબ્લેટ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા.તેમના હેન્ડલરે અફઘાનિસ્તાનમાં તેમના ‘બલિદાન’ પછી તેમના પૂર્વ-રેકોર્ડ કરેલા વીડિયો અને ફોટોગ્રાફ્સ રિલીઝ કરવાની યોજના બનાવી હતી.

સુમેરાબાનુંના કબાટમાંથી પણ મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા

એટીએસના અધિકારીઓને સુમેરાબાનુંના કબાટમાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં ગાયોના દેશમાં રહેતા રહેવાસીઓને ચેતવણી આપતો ATSએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં એવા સંદેશાઓનો સમાવેશ થાય છે જે મુખ્યત્વે મહિલાઓ સહિત તમામ મુસ્લિમોને જેહાદમાં જોડાવા અને લોકશાહીથી દૂર રહેવાની અપીલ કરે છે.

તમામ આરોપીઓ કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા ?

જાણકારી મુજબ શ્રીનગરમાં રહેતા ઝુબેર અહેમદ મુનશીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો ભારતમાં હેન્ડલર બે વર્ષથી કામગીરી કરી રહ્યા છે. તેમજ પોરબંદરમાંથી ઝડપાયેલા કાશ્મીરના ઉબેર નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ ત્રણેય છ મહિના કરતાં વધુ સમયથી ઝુબેર સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સુમેરા બાનુ વિશ્વભરમાં કુખ્યાત ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISની વિચારધારાથી પ્રભાવિત હતી. જેના કારણે તે ISISના જ સહયોગી સંગઠન ISKP સાથે એક વર્ષ પહેલાં ISKPમાં જોડાઈ હતી.

આતંકીઓ-humdekhengenews

કેવી રીતે ઝડપાયા આતંકવાદીઓ

ગુજરાત એ.ટી.એસને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો પોરબંદરના દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા.આ માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસની ટીમે 9 જૂન વહેલી સવારે પોરબંદર રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી. અને આ ત્રણેય યુવકોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઇ હતી.એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રએ સ્થાનિક પોલીસને સાથે રાખી આ સફળ કામગીરી કરી છે.

પોલીસ તપાસમાં થયા આ ખુલાસા

તપાસમાં આ ત્રણેય વ્યક્તિ શ્રીનગરના હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા. તેમજ તમામની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ચારેય ગેરકાયદેસર રીતે પોરબંદરથી ઇરાન પહોંચીને ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે અફઘાનિસ્તાન જવાના હતા. જ્યાં તેમને આતંકી ટ્રેનીંગ આપીને મોટો આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કરવાના હતા.જો કે અહેવાલ અનુસાર, ચારેયના માઇન્ડ વોશ કરવા પાછળ શ્રીનગરમાં રહેતો ઝુબેર મુનશી છે. જેથી તેની પુછપરછમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવવાની સંભાવના છે.

આ પણ વાંચો : Cyclone Biperjoy: જાણો બિપરજોય વાવાઝોડાને લગતા અત્યાર સુધીના 10 મોટા સમાચાર

Back to top button