કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન તેમણે ટ્રકમાં મુસાફરી કરી હતી. વોશિંગ્ટનથી ન્યૂયોર્કનું અંતર 190 કિલોમીટર છે ત્યારે રાહુલ ગાંધીએ ટ્રકમાં બેસીને આ અંતર કાપ્યું હતું. આ ટ્રકના ડ્રાઈવરનું નામ તેજિન્દર ગિલ હતું. મુસાફરી દરમિયાન તેજિન્દર ગિલે રાહુલ ગાંધી સાથે વાતો કરી હતી અને તેમનો પોતાનો અનુભવ રાહુલ ગાંધીને કહ્યો હતો. વાતોમાં ને વાતોમાં તેમણે તેમની કમાણીની વાત રાહુલ ગાંધીને કહી હતી ત્યારે કમાણી જાણી રાહુલ ગાંધી સ્તબ્ધ થઈ ગયા હતા.
અમેરિકામાં ટ્રક ડ્રાઈવરોની કમાણી કેટલી છે?
વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ તેજિન્દર ગિલને પૂછ્યું કે તમે કેટલું કમાઈ લો છો? જવાબમાં, ટ્રક ડ્રાઈવરે કહ્યું, “એક મહિને 8-10 હજાર ડોલર કમાય છે.” જો આપણે તેને ભારતીય રૂપિયામાં મુકીએ તો તે 6 લાખ 50 હજારથી 8 લાખ 20 હજાર રૂપિયા થાય છે. એટલે કે અમેરિકામાં ટ્રક ડ્રાઈવરોની કમાણી 8 લાખથી વધુ છે.
આ પણ વાંચો: વિપક્ષની બેઠક પહેલા નીતિશ કુમારને મોટો ફટકો! જીતનરામ માંઝીના પુત્રએ આપ્યું રાજીનામું
તેજિન્દર ગિલે રાહુલ ગાંધીને કહ્યું હતું કે અમેરિકામાં ટ્રક ડ્રાઈવરોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતી નથી અને ચોરીનો કોઈ ભય પણ રહેતો નથી. જો કે, અમેરિકા ઓવર સ્પીડ મામલે ચલણ કાપે છે. તેજિન્દર ગિલે કહ્યું, અહીં ટ્રક ચલાવવું ખૂબ જ સલામત છે અને સારી કમાણી થાય છે.
તેજિન્દર ગીલે રાહુલ ગાંધીને વધુમાં કહ્યું, “અમારા કારણે જ મેન્યુફેક્ચરર્સનું કામ ટ્રકર્સ દ્વારા થાય છે. આ ઉદ્યોગમાં ઘણી કમાણી છે, જેમની પાસે રોકાણ કરવા માટે પૈસા નથી, તેમના માટે આ વિકલ્પ સારો છે. તેજિન્દર ગિલે અહીં મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે ત્યાં મોંઘવારી વધી છે અને વચનો પૂરા થયા નથી.
"कितना कमा लेते हो?"
"कुछ गाने बजा लें? सिद्धू मूसेवाला के?"
"हम ट्रक वालों के कारण ही मैन्युफैक्चरर्स का काम चलता है।”
अमेरिका में एक भारतीय ड्राइवर के साथ ट्रक यात्रा, उनके अनुभव और कहानियां!
पूरा वीडियो यूट्यूब पर:https://t.co/AxWYEHoka7 pic.twitter.com/KQ8OJq8Vrg
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2023
ભારતમાં કેટલી છે કમાણી?
રાહુલ ગાંધીએ ભારતમાં પણ ટ્રક ડ્રાઈવર સાથે પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ડ્રાઈવર સાથે વાત પણ કરી. ડ્રાઈવરે જણાવ્યું હતું કે તેને એક પણ દિવસની રજા મળતી નથી અને તે મહિનામાં માત્ર 8-10 હજાર જ કમાય છે, જેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બને છે.