નેશનલ

Breaking : ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા; કાશ્મીરથી NCR સુધી ધરા ધ્રૂજી

Text To Speech

નવી દિલ્હી: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનું કહેવું છે કે ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં છે અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડાયરેક્ટર ડો.ઓ.પી. મિશ્રાએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 5.4 હતી અને ભૂકંપ ભારતીય સમય અનુસાર 1.33 મિનિટ 42 સેકન્ડે નોંધાયો હતો.

તેમણે કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું અને હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ અને આસપાસના તમામ વિસ્તારોમાં આંચકા અનુભવાયા હશે.


ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા શ્રીનગરના એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, “જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે શાળામાં ભણતા બાળકો ગભરાઇ ગયા હતા. તે ગયા અઠવાડિયે પણ આવ્યું હતું, પરંતુ આજે જે આવ્યું તે વધુ મજબૂત હતું. જે લોકો વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ભૂકંપના સમયે ગાડીઓ છોડીને બહાર આવી ગયા હતા.”

EMSC અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી છે.

Back to top button