નેશનલ

જૈક ડોર્સી પાસે જૂઠ બોલવાનું કોઈ કારણ નથી પરંતુ સરકાર પાસે અનેક: કપિલ સિબ્બલ

નવી દિલ્હી: ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ અને સહ-સ્થાપક જેક ડોર્સી ના તાજેતરના ઈન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપતા વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલે કહ્યું છે કે ડોર્સી પાસે જૂઠું બોલવાનું કોઈ કારણ નથી પરંતુ સરકાર પાસે છે.

તેમણે ટ્વિટ કર્યું કરીને લખ્યું છે કે “Twitterના ભૂતપૂર્વ CEO જૈક ડોર્સી એ કહ્યું કે, ભાજપ સરકારે ખેડૂત આંદોલન દરમિયાન ધમકી આપી હતી કે ભારતમાં ટ્વિટરની ઓફિસ બંધ કરી દેવામાં આવશે. ભારતમાં ટ્વિટરના કર્મચારીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા. ,

“મંત્રીએ દાવાને નકારી કાઢ્યો છે (ધમકાવવા અને ટ્વિટર પર દરોડા પાડવાના). એકના પાસે જૂઠું બોલવાનું કોઈ કારણ નથી. બીજા પાસે જૂઠું બોલવાના અનેક કારણ છે.”

જૈક ડોર્સી એ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન સરકારે તેમને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. કંપનીના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- ટ્વિટરના સંસ્થાપક જૈક ડોર્સીએ કહ્યું; ભારત સરકારે આપી હતી ધમકી- મોદી સરકારે શું આપ્યો જવાબ?

ડોર્સીએ દાવો કર્યો હતો કે તેમને સરકારની ટીકા કરનારા ઘણા ભારતીય પત્રકારોના એકાઉન્ટ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું.

જો કે ભારત સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. મોદી સરકારમાં ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં ન તો ટ્વિટરની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે અને ન તો કોઈને જેલમાં ધકેલવામાં આવ્યા છે.

જૈક ડોર્સી ને એક ઈન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવ્યું હતુ કે, દુનિયાભરના શક્તિશાળી લોકો તમારા પાસે આવે છે અને અનેક રીતની માંગો કરે છે, તમે નૈતિક સિદ્ધાંતો ધરાવતા વ્યક્તિ છો, તેવી પરિસ્થિતિમાંથી તમે કેવી રીતે નિકળો છો?

આ પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું, ઉદાહરણના રૂપમાં ભારત એક એવો દેશ છે, જ્યાંથી ખેડૂત આંદોલન દરમિયાન અમારા પાસે ઘણી બધી માંગો આવી રહી હતી. કેટલાક ખાસ પત્રકાર સરકારના ટીકાકાર હતા,તેમને લઈને. એક રીતે અમને કહેવામાં આવ્યું કે અમે ભારતમાં ટ્વિટરને બંધ કરી દઇશું. ભારત તમારા માટે મોટું માર્કેટ છે. તમારા કર્મચારીઓના ઘરો પર છાપા મારી દેવામાં આવશે, જે તેમને કર્યું. અમે તમારી ઓફિસ બંધ કરાવી દઇશું, જો તમે અમારી વાત માનશો નહીં તો. આ બધું ભારતમાં થઈ રહ્યું હતું, જે લોકશાહી ધરાવતું દેશ છે.

ભારત સરકારે જૈક ડોર્સીના આરોપોને ફગાવી દીધા છે. ભારતના ઈલેક્ટ્રોનિક એન્ડ ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ ટ્વિટરના ઇતિહાસના એક સંદિગ્ધ સમયને સાફ કરવાની કોશિશ છે.

આ પણ વાંચો- PM મોદીના અમેરિકન પ્રવાસ પહેલા US વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Back to top button