ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિપોરજોય ચક્રવાતની અસર, રેલવે વિભાગે 67 ટ્રેનો રદ કરી

Text To Speech

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. જેને પગલે રેલવે વિભાગે સુરક્ષાને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. રેલવે વિભાગે 67 ટ્રેનો રદ કરી છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ કહ્યું કે અમે બિપરજોય પર સતત નજર રાખી રહ્યા છીએ. અમે અમારા હેડક્વાર્ટર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. અમે ભુજ, ગાંધીધામ, પોરબંદર અને ઓખા ખાતે ADRM તૈનાત કર્યા છે. આજે પોરબંદરમાં પવનની ઝડપ વધવાને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. આવતીકાલથી દરિયાકાંઠાના વિસ્તારોમાં જતી ટ્રેનો રદ કરવામાં આવશે. અમે અહીંથી ત્રણ આરપીએફ બટાલિયન અને એક મેડિકલ ટીમ મોકલી છે. વિરાવળ, પોરબંદર, ઓખા, દ્વારકા, ગાંધીધામ અને ભુજ ખાતે આગામી 2-3 દિવસ સુધી ટ્રેન વ્યવહાર બંધ રહેશે.

આ પણ વાંચોઃ બિપોરજોય વાવાઝોડાની અસર, પોરબંદર અને ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ

BSFએ મરીન વિંગને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ને ધ્યાનમાં રાખીને, BSFએ ગુજરાતમાં તેની મરીન વિંગની સંપત્તિ અને કર્મચારીઓની સુરક્ષાનો આદેશ આપ્યો છે. બોટ અને લગભગ એક ડઝન ફ્લોટિંગ બોર્ડર પોસ્ટ્સ (નાના જહાજો)ને સુરક્ષિત લંગર પર લઈ જવામાં આવી રહ્યા છે.

Back to top button