ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

બિપરજોય વાવાઝોડું : ચાલું વિજળીના વાયર પડતા થયું મોટાપાયે નુકસાન,જુઓ વાઈરલ વિડીયો

Text To Speech

બિપરજોય વાવાઝોડું : અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની શકે છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત નલિયાથી 430 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

બિપરજોય વાવઝોડાની અસર ગુજરાતમાં દેખાવાની શરુ થઈ ગઈ છે. ગુજરાતના અમુક વાયરલ થયેલ વિડિયોમાં ક્યાંક રસ્તા પર ઝાડ પડ્યા હતા તો ક્યાંક ચાલું વિજળીના વાયર પડ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે.

મહત્વનું છે કે સમાચાર મળી રહ્યા છે કે ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે. ભારે પવનના કારણે દીવાલ ધરાશાયી થયું હોવાનું મૃતક બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ‘બિપરજોય’ને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે થયું નુકસાન

Back to top button