ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલ

દિલ્હીમાં ઓલા, ઉબેર, રેપિડ બાઇક ટેક્સી પર પ્રતિબંધ, SCએ હાઈકોર્ટના નિર્ણયને ફેરવ્યો

  • પરિવહન અંગે નીતિ ન બને ત્યાં સુધી આના પર રોક લગાવી દીધી
  • અગાઉ હાઇકોર્ટે પોલિસી બહાર ન આવે ત્યાં સુધી કંપનીઓને સર્વિસની છૂટ આપી હતી
  • 2023માં દિલ્હી સરકારે મુક્યો હતો પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે રેપિડો અને ઉબેર જેવી કંપનીઓને ઝટકો આપતા દિલ્હીમાં બાઇક ટેક્સી સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. સોમવારે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા સુપ્રીમ કોર્ટે આ અંગે નીતિ ન બને ત્યાં સુધી આના પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના વચગાળાના આદેશ પર રોક લગાવી દીધી છે. દિલ્હી સરકારના નિર્ણય પર સ્ટે આપતાં દિલ્હી હાઈકોર્ટે પોલિસી બહાર ન આવે ત્યાં સુધી કેબ એગ્રીગેટર કંપનીઓને બાઇક સર્વિસની છૂટ આપી હતી. ફેબ્રુઆરી 2023 માં, દિલ્હી સરકારે Ola, Uber અને Rapido જેવી કેબ એગ્રીગેટર કંપનીઓની બાઇક સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સવાલ પૂછ્યા

દિલ્હીમાં માન્ય લાયસન્સ વિના ચાલતી બાઇક ટેક્સીના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને સવાલ પૂછ્યા છે. કોર્ટે પૂછ્યું કે નોટિફિકેશન કાયદાને કેવી રીતે ઓવરરાઇડ કરી શકે છે? બાઇક ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબેરના એડવોકેટ નીરજ કિશન કૌલે દલીલ કરી હતી કે દરેક રાજ્ય સરકારને બંધારણમાં આ અંગે નીતિ બનાવવાની સત્તાની જોગવાઈ છે. પરંતુ તેમ છતાં, દિલ્હી સરકારે કોઈ માર્ગદર્શિકા કે નીતિ બનાવી નથી, જ્યારે મોટર વાહન અધિનિયમની કલમ 66માં સ્પષ્ટ રીતે લખ્યું છે કે માન્ય લાયસન્સ વિના કોઈપણ કોમર્શિયલ વાહનના માલિકને વાહન આપી શકાય નહીં.

દિલ્હી એનસીઆરમાં 35,000થી વધુ લોકો બેરોજગાર થઈ જશે

કૌલે દલીલ કરી હતી કે પોલિસી વગર અચાનક બાઇક ટેક્સીઓ બંધ કરવાથી દિલ્હી એનસીઆરમાં 35,000થી વધુ લોકો બેરોજગાર થઈ જશે. તેણે કહ્યું કે 31મી જુલાઈ સુધી છૂટ આપવી જોઈએ કારણ કે તે જ બાઇક તેની આજીવિકાનું એકમાત્ર સાધન છે. તેના પર કોર્ટે કહ્યું કે ઓછામાં ઓછું અસરગ્રસ્ત અને અસંતુષ્ટ પક્ષકારોને કોર્ટમાં આવવા દો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે બાઇક ટેક્સી કંપનીઓને રાહત આપતાં આ એગ્રીગેટર્સને લઈને દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસ પર રોક લગાવી દીધી હતી. વાસ્તવમાં, હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ સંબંધમાં કોઈ નીતિ બનાવવામાં ન આવે ત્યાં સુધી રેપિડો અને અન્ય એગ્રીગેટર કંપનીઓ સામે કોઈ કડક પગલાં લેવા જોઈએ નહીં. જેના કારણે દિલ્હી સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ કરી હતી.

શું છે બાઇક ટેક્સી એગ્રીગેટર્સની માંગ ?

ઉલ્લેખનીય છે કે, બાઇક ટેક્સી એગ્રીગેટર્સની માંગ હતી કે જ્યાં સુધી આ સંબંધમાં નીતિ ન બને ત્યાં સુધી તેમને ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023માં દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે તેની બાઇક ટેક્સી સેવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા માટે જાહેર નોટિસ જાહેર કરી હતી. ગયા મહિને, દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી દિલ્હી સરકાર મોટર વાહન અધિનિયમ હેઠળ જરૂરી નિયમોને સૂચિત ન કરે ત્યાં સુધી બે બાઇક ટેક્સી એગ્રીગેટર્સ અને તેમના સવારો સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવી જોઈએ નહીં.

Back to top button