નેશનલ

ચક્રવાત બિપરજોય: PM મોદીની સમીક્ષા બેઠક; લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને નિર્દેશ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે ચક્રવાત બિપરજોય (Cyclonic Biparjoy) સાથે સંબંધિત સ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓને તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો કે ચક્રવાત બિપરજોયના રસ્તામાં આવનારા સંવેદનશીલ સ્થાનોમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવે. આ ચક્રવાત ગુરૂવારે ગુજરાતના કચ્છમાં એન્ટ્રી કરી શકે છે.

પીએમ મોદી એ વાવાઝોડાના કારણે ઊભી થયેલી ખરાબ સ્થિતિને પહોંચીવળવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની તૈયારીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરિય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ચક્રવાત બિપરજોય પર મોદીની બેઠક

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને દરિયાકાંઠાના સંવેદનશીલ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓને બનતી તમામ કોશિશ કરવાનો નિર્દેશ આપ્યો છે. તે ઉપરાંત રાજ્ય સરકારને સંવેદનશીલ સ્થાનો પર રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓને બચાવાયા

પીએમ મોદીએ વિજળી, દૂરસંચાર, સ્વાસ્થ્ય અને ભોજન-પાણી જેવી બધા આવશ્યક સેવાઓની જાણવણી સુનિશ્ચિત કરવા અને કોઈપણ રીતની જાનહાનિ થવાની સ્થિતિમાં તેમને તરત જ રેસ્ક્યૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

વડાપ્રધાને તે પણ નિર્દેશ આપ્યો છે કે જાનવરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમને 24×7 કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય ચક્રવાત બિપરજોય ને લઈને ચોવીસ કલાક પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે અને રાજ્ય સરકાર અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓના સંપર્કમાં છે.

બિપરજોય વાવાઝોડૂં ક્યાં પહોંચ્યું છે?  અહીં ક્લિક કરીને જૂઓ લાઈવ

PMOએ કહ્યું કે NDRFની 12 ટીમો બોટ, વૃક્ષ કાપવાના સાધનો અને સંચાર સાધનો સાથે તૈનાત છે અને તે ઉપરાંત વધુ 15 ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

રાજ્ય સરકારની ચક્રવાત બિપરજોય ને લઈને શું છે તૈયારી

બિપરજોય વાવાઝોડાની દિશા બદલાઈને ગુજરાતના કચ્છ તરફના દરિયાકાંઠા બાજુએ ફંટાતા, રાજ્ય સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફનું ડિપ્લોયમેન્ટ વધારી દીધું છે. કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બબ્બે તથા મોરબી, ગીર, સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક એનડીઆરએફની ટીમ દ્વારા મોરચો સંભાળી લેવાયો છે.

એસડીઆરએફ ટીમ કચ્છ, દ્વારકા, જામનગરમાં બબ્બે તથા મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણમાં એક-એક ઉતારાઈ છે. આમ 12 એસડીઆરએફ ટીમ ડિપ્લોય થઈ છે. જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં એક એનડીઆરએફ ટીમ રિઝર્વ રખાઈ છે.

સૂત્રો અનુસાર, વાવાઝોડા આવવાના સંકેત દર્શાવતું લોકલ વોર્નિગ સિગ્નલ નંબર-9(એલડબ્લ્યૂ-9) જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદર પોર્ટ ઉપર લગાવવામાં આવ્યું છે. વાવાઝોડુ ડેન્જર અને ગ્રેટ ડેન્જર સ્થિતિમાં આવતાં આ સિગ્નલ બદલાઈ જશે. આવી જ રીતે ડિસ્ટન્ટ વેધર દર્શાવતું સિગ્નલ નંબર-4 (ડીડબ્લ્યૂ-2) દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના પોર્ટ ખાતે લગાવાયું છે. આ સિગ્નલ દ્વારા વાવાઝોડું આવતું હોઈ દરિયામાં ના જવા બોટ-જહાજોને સંકેત અપાય છે.

Back to top button