બિપોરજોય વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓને બચાવાયા
- ભારે પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી
- જિલ્લાવાસીઓ 14 અને 15 જૂન સાવચેતી દાખવે તે માટે પણ અપીલ
- 90 ટકા જેટલી કામગીરી અગરિયાઓને ગામ તરફ લાવવાની પૂરી
બિપોરજોય વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. જેમાં પાટડીના રણમાંથી અગરિયાઓનો સ્થાનાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે 14 અને 15 જૂને આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થવાની છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામાં થયો વધારો, ગુજરાતના 7 જિલ્લામાં ખતરો
ભારે પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી
ભારે પવન સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ધીમે ધીમે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે 14 અને 15 જૂને આ વાવાઝોડુ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી જશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત રાજ્ય સરકાર અને તંત્ર સાબદુ બન્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ વાવાઝોડાના પગલે પ્રતિ કલાકે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 14 અને 15 જૂનના રોજ આ પ્રકારની અસર સર્જાવાની છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ સતત બની અને ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે રણ પ્રદેશ આવેલો છે ત્યાંથી અગરિયાઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ કાંડ મામલે હવે અસલી પત્તા ખુલશે
90 ટકા જેટલી કામગીરી અગરિયાઓને ગામ તરફ લાવવાની પૂરી
રણમાં મીઠું પકવતા આગરીયાઓને ખાસ કરી ગામ તરફ આવી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે 90 ટકા જેટલી કામગીરી અગરિયાઓને ગામ તરફ લાવવાની પૂરી કરવામાં આવી છે. હજુ પણ 10% જેટલા અગરિયાઓ રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પણ તંત્ર હાલની પરિસ્થિતિ મુજબ કામે લાગ્યું છે અને તમામ જે અગરિયાઓ છે અને તેમના પરિવારજનો છે તેમને ગામ તરફ લાવવાના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે કોઈપણ પ્રકારનો નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં ન સર્જાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટકે તે પહેલા તૈયારી શરૂ
જિલ્લાવાસીઓ 14 અને 15 જૂન સાવચેતી દાખવે તે માટે પણ અપીલ
આ અંગે વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાવવાનો હોવાના કારણે જિલ્લાવાસીઓ પર 14 અને 15 જૂન સાવચેતી દાખવે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ છાપરા વાળા મકાન હોય અને પશુઓ બાંધવાની જગ્યાઓ હોય ઈલેક્ટ્રીકના થાંભલા હોય તેવી જગ્યાઓથી દૂર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 14 અને 15 જુન પ્રતિ 60 કિ.મી ની ઝડપે પવન ચૂકવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે ભારે પવન પણ ફૂંકાવાનો છે અને અન્ય પણ છુટા છવાયા વરસાદની આગાહી તંત્ર એ વ્યક્ત કરી છે.