- ચક્રવાત રાજ્યના દરિયા કાંઠાની ખૂબ નજીક પહોચ્યુ
- 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડુ
- વાવાઝોડું નો પવન દરિયામાં 165 થી 175 કિમી સુધી રહ્યો
બિપોરજોય વાવાઝોડાની તીવ્રતામાં વધારો થયો છે. જેમાં ગુજરાતમાં ખતરો વધ્યો છે. તેમાં વાવાઝોડુ ગુજરતના દરિયાકાંઠાની ખુબ નજીક પહોચ્યુ છે. જેમાં વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: ભાવનગર: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા
વાવાઝોડાથી પવન દરિયામાં 165થી 175 કિમી પ્રતિ કલાક સુધી રહ્યો
વાવાઝોડાથી પવન દરિયામાં 165થી 175 કિમી પ્રતિ કલાક સુધી રહ્યો છે. તેમજ બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 310 કિમી દૂર, દ્વારકાથી 340 કિમી દૂર, નાલિયાથી 430 કિમી દૂર તથા જખૌથી 430 કિમી દૂર છે. જેમાં સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાની ખૂબ નજીક ચક્રવાત પહોંચ્યું છે. વાવાઝોડુ 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. જેમાં દરિયામાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેશે. તથા 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે. જેમાં કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. તથા વાવાઝોડાની દિશા ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ રહી છે. દરિયા કિનારે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.