One Sided Relationshipમાં તો નથી પડી રહ્યા ને? આ રીતે જાણો
- એક તરફી પ્રેમનો કોઇ મતલબ હોતો નથી
- વિશ્વાસ, પ્રેમ અને સમજદારી બંને પક્ષે હોવી જરૂરી
- આ પ્રકારના સંબંધોમાં સમય બગાડવા કરતા આગળ વધો
One Sided Relationship એટલે કે એક તરફી પ્રેમ કે એક તરફી સંબંધોની વાતો ફક્ત ફિલ્મોમાં જ સારી લાગે છે અને ત્યાં જ તેનો The End સારો હોય છે. રિયલ લાઇફમાં આ પ્રકારના સંબંધો શક્ય નથી અને તે સફળ પણ થઇ શકતા નથી. આ સંબંધો તમારી તાકાત ક્યારેય બની શકતા નથી. જો તમે કોઇ વ્યક્તિ સાથે સંબંધોમાં છો અને તમને પ્રેમ, વિશ્વાસ, કેર, સમજદારી ઓછી લાગે છે તો એક મિનિટ રોકાવ અને વિચારો. તમારે તમારા સંબંધો પર ફરી એક વખત વિચાર કરવાની જરૂર છે. હેલ્ધી રિલેશનશિપ માટે આ બધી બાબતો ખૂબ જરૂરી છે. જો તમને આમાંથી કોઇ વાતની કમી લાગે તો જાણજો કે તમે વન સાઇડેડ રિલેશનશિપમાં છો. એક તરફી સંબંધોને તમે કેટલાક સંકેતોથી જાણી શકો છો.
કોમ્યુનિકેશનની કમી
જો તમારો પાર્ટનર તમારી સાથે વાત કરવામાં કે તમને સાંભળવામાં રસ દાખવતો ન હોય તો સમજી લો કે તમારા કોમ્યુનિકેશનમાં કમી છે. તમે તેની પ્રાયોરિટીમાં નથી. આ કારણે તે તમારા કોલ કે મેસેજનો જવાબ આપતો નથી. તેનો અર્થ એ છે કે તમે એકતરફી પ્રેમમાં છો.
તમને ઇગ્નોર કરવા
તમે તમારા પાર્ટનર સાથે રિલેશનશિપમાં હો છતાં તે તમારા બદલે તેના મિત્રો કે અન્ય કોઇ વસ્તુને પ્રાયોરિટી આપે છે તો સમજી લો કે તને તમારી સાથે કોઇ મતલબ નથી. આ રિલેશનશિપ બસ તમારા માટે યોગ્ય નથી.
નાની વાતો પર ભડકવુ
જો તમે તમારા પાર્ટનરને કોઇ વાતને લઇને સવાલ કરો અને તે ભડકી જાય છે અથવા તમારાથી ઇરિટેટ થાય છે તમારા પાર્ટનર તમારી સાથે ફોન પર યોગ્ય રીતે વાત નથી કરતા તમારી પર વાત વાતમાં ગુસ્સો કરવાનું શરૂ કરી દે છે તો તમારે આવા સંબંધોથી દુર રહેવુ જોઇએ. આ વન સાઇડેડ રિલેશનશિપના લક્ષણો છે.
તમને મળવામાં રસ ન હોવો
તમે તમારા પાર્ટનરને મળવાનું કહો અને તે મળવાનો ઇનકાર કરે, હંમેશા કોઇ ને કોઇ બહાનુ બનાવે, ક્યારેક તમને મળવાનુ સામેથી ન કહે અથવા તમારામાં રસ ન દાખવે તો સમજી લો આ વન સાઇડેડ રિલેશનશિપ છે. તમારો પાર્ટનર કોઇ ને કોઇ કામનું બહાનુ બનાવીને તમને મળવાનો પ્લાન કેન્સલ કરી નાંખે અને તમને જોઇને કે મળીને ખુશ પણ ન થાય તો જાણશો કે આ રિલેશનમાં તમે તમારુ જ નુકશાન કરી રહ્યા છો. આ રિલેશન છોડીને તમારે આગળ વધવાની જરૂર છે.
આ પણ વાંચોઃ Chaturmas 2023: માંગલિક કાર્યો પર ક્યારથી લાગશે બ્રેક? નોંધી લો તારીખ