નેશનલ

કોલંબિયા: એમેઝોનના જંગલોમાં 40 દિવસ સુધી કેવી રીતે જીવંત રહ્યા બાળક?

હમ દેખેગે, ડેસ્ક સ્ટોરી: કોલંબિયાના જંગલમાં ગુમ થયેલા ચાર બાળકો 40 દિવસ પછી જીવિત મળવા કુદરતનો કરિશ્મો ગણી શકાય. આ બાળકો તે વિમાનમાં સવાર હતા, જે એમેઝોનના જંગલમાં ક્રેશ થઈ ગયું હતું. બાળકો વિમાન ક્રેશમાં તો બચ્યા પરંતુ તેની સાથે-સાથે 40 દિવસ સુધી ખુંખાર અને જીવલેણ જાનવરો વચ્ચે જંગલમાં હેમખેમ રહ્યાં તે એક રોમાંચક બાબત છે.

દુનિયાના લોકો માટે આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, જ્યારે કેટલાક આને જંગલના જીવનનો હિસ્સો માની રહ્યા છે. દક્ષિણ-પૂર્વ કોલંબિયાના ચાર આદિવાસી બાળકોએ દુનિયાના સૌથી દૂરસ્થ, ગાઢ અને દૂર્ગમ જંગલમાં ચાલીસ દિવસ પસાર કર્યા. 40 દિવસ સુધી આ બાળકોએ શું-ખાધુ પીધું હશે તે વિચારવા જેવું રહ્યું, તેમાંય ખાસ બાબત તે છે કે, આ બાળકોમાં એક બાળક માત્ર એક વર્ષનું હતું. આ બાળકની સારસંભાળ કેવી રીતે રાખવામાં આવી હશે અને તેને શું ખવડાવવામાં આવ્યું હશે તે એક મહત્વપૂર્ણ બાબત છે.

એક મે 2023ના દિવસે આ બાળકો પોતાની માં અને અન્ય બે વયસ્ક લોકો સાથે એક નાના વિમાનમાં યાત્રા માટે નિકળ્યા હતા. દૂર્ભાગ્યપૂર્ણ રીતે આ વિમાન જંગલમાં ક્રેશ થઇ ગયું અને તેમા સવાર બધા વયસ્કોના મોત થઈ ગયા.

આ દુર્ઘટનામાં 14, 9, 4 અને 1 વર્ષની ઉંમરના ચાર બાળકો બચી ગયા અને તે ગાઢ જંગલમાં જાનવરો વચ્ચે એકલા રહી ગયા.

શુક્રવારે એક લાંબા સર્ચ ઓપરેશન (શોધ અભિયાન) પછી સેનાએ તેમને જંગલમાંથી શોધી કાઢ્યા છે. શનિવારે તેમને રાજધાની બોગોટા લઈ જવામાં આવ્યા જ્યાં એક સૈન્ય હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

કોલંબિયાની મીડિયામાં આ ચમત્કાર, બચાવ અભિયાન અને બાળકોની બહાદુરીના કિસ્સા સંભળાવવામાં આવી રહ્યાં છે.

20 હજાર કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં ચલાવવામાં આવેલા શોધ અભિયાનમાં સરકાર, આદિવાસી સમુદાયના લોકો અને સેનાએ મળીને કામ કર્યું. તે ઉપરાંત આ વિસ્તારના 150 વર્ધીધારી કર્મચારી અને આદિવાસી સમુદાયના 100 લોકો પણ બાળકોના શોધ અભિયાનમાં જોડાયા હતા.

બાળકોને કેવી રીતે શોધવામાં આવ્યા?

બાળકોને શોધતા દળે બાળકોની દાદી ફાતિમાનો એક સંદેશ રેકોર્ડ કર્યો જેને સર્ચ ઓપરેશન દરમિયાન વિસ્તારથી ઉપર ચાલનારા હેલિકોપ્ટરમાંથી ચલાવવામાં આવ્યો. નાના લાઉડસ્પીકર દ્વારા પણ જંગલમાં આ સંદેશાઓને પહોંચાડવામાં આવ્યા.

આ પણ વાંચો- ગુજરાતમાં 2022ના અકસ્માતનો ડરામણો આંકડો; પ્રતિદિવસ 20 લોકોના મોત

આ સંદેશ સ્પેનિશ અને આદિવાસી ભાષામાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા.

સંદેશમાં બાળકોની દાદીએ કહ્યું, ‘મારી મદદ કરો, હું તમારી દાદી બોલી રહી છું. તમે મારી વાત સમજી રહ્યાં છો ને. તમે જ્યાં છો ત્યાં જ રોકાઈ જાઓ. લોકો તમારી શોધમાં લાગેલા છે. મારો અવાજ સાંભળો અને જ્યાં છો ત્યાં જ રોકાઈ જાઓ જેથી આ લોકો તમને શોધી શકે.’

ફાતિમાએ ફ્રાસ 24 ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે “મારી પુત્રી મારાથી અલગ થઈ ગઈ, હવે મને કોઈ માં કહેશે નહીં. તેથી હું મારા પોતા-પોતીને શોધવા માંગુ છું.”

શોધ દરમિયાન એક ઝૂંપડા પાસે એક દૂધની બોતલ મળી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ ઝૂંપડી બાળકોએ બનાવી હશે. પાછલા શુક્રવારે એક જગ્યા પર એક બાળકના પગનું નિશાન મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ ચારમાંથી કોઈ એક બાળકના જ પગનો નિશાન હતો.

આદિવાસી નિષ્ણાત એલેક્સ રૂફિનો
આદિવાસી નિષ્ણાત એલેક્સ રૂફિનો

પુતુમાયોમાં જિરીજિરી આદિવાસી સમુદાયના મિગુએલ રોમારિયો અને બાળકોના પરિવારના અનેક સભ્યોનું માનવું છે કે તેમને વિશ્વાસ છે કે બાળકોને જંગલમાં કેવી રીતે જેવવું તેનો ખ્યાલ છે, તેમને કંઇ જ થશે નહીં.

શોધ દરમિયાન મિગુએલ રોમારિયો કહે છે, “અમે માની રહ્યાં છીએ કે બાળકો ઠિક છે, પ્રકૃતિ માં પોતાની અંદર પોતાના લોકોની સુરક્ષા કરે છે. અમને લાગે છે કે તે બાળકોની રક્ષ કરશે અને તેમને જીવિત રાખવા માટે જરૂરી ચીજ-વસ્તુઓ પણ આપી રહી છે.”

આદિવાસી સમાજના જાણકાર એલેક્સ રૂફિનોનું માનવું છે કે મીડિયા રિપોર્ટમાં જેવી રીતની ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનાથી ખ્યાલ આવે છે કે મુખ્યધારાનો સમાજ આદિવાસી સમાજ વિશે કેટલું ઓછું જાણે છે.

એલેક્સ કહે છે, “બાળકો જંગલમાં ખોવાઇ ગયા નહતા પરંતુ તેઓ પોતાના પ્રાકૃતિક વાતાવરણમાં હતા. જંગલ જ તેમની દેખરેખ રાખી રહ્યું હતું અને તેમના પાસે પ્રાકૃતિ સાથે સદીઓથી રહેતા આવેલા આદિવાસી સમાજની વર્ષો જૂની બુદ્ધિમત્તા (સમજ) હતી.”

નેશનલ યૂનિવર્સિટીમાં પ્રોફેસર અને ફોટોગ્રાફર એલેક્સ રૂફિનો તે સ્વીકાર કરે છે કે આ ચાલીસ દિવસ દરમિયાન બાળકોના જીવને ગંભીર ખતરો હતો. તેમના પાસે ન માત્ર ભોજનની અછત હતી પરંતુ જંગલના જાવવર પણ તેમના માટે ખતરનાક સાબિત થઈ શકતા હતા.

પરંતુ તેઓ એવું પણ કહે છે કે બાળકો જંગલના સાથે એક રીતના સંબંધમાં હતા અને તેમની સુરક્ષા જંગલ જ કરી રહ્યું હતું.બાળકોને શોધ્યા પછી અનેક પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યાં હતા કે બાળકો જંગલમાં ચાલીસ દિવસ સુધી રહ્યાં કેવી રીતે અને આ દરમિયાન તેઓ કેવી રીતે જીવંત રહ્યાં? આ તમામ પ્રશ્નોના જવાબ એલેક્સ રૂફિનોએ આપ્યા છે, જે નીચે દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- અયોધ્યા મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રામલલા ! PM મોદીને મોકલાયું પૂજાનું આમંત્રણ

બાળકો જંગલમાં કેવી રીતે જીવિત રહી શક્યા?

બાળકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં પોતાના પરિજનો પાસેથી ઘણું બધુ શીખતા હોય છે. જ્યારે પરિજનો શિકાર કરવા જતા હોય અથવા જંગલમાં ભોજન લેવા હતા હોય ત્યારે બાળકો માટે તેમના વડીલોને ધ્યાનથી જોવા જરૂરી થઈ જાય છે. આ દરમિયાન બાળકો તે શીખી રહ્યાં હોય છે કે તેમના માટે કઈ ચીજો કામ આવી શકે છે અને કઈ બાબતો સામાન્ય છે.

ઘણી વખત તેઓ એવી ચીજો ખાવાથી બિમાર પડી જાય છે, જે તેમને ખાવી જોઈતી ન હતી. તેવામાં પરિવારના મોભી તેમને જણાવે છે કે તેમને શું ખાવું જોઈએ અને શું નહીં.

જંગલનો દરેક વૃક્ષ, દરેક જીવજંતુ, દરેક જાનવર તે જાણકારી આપે છે કે આપણે કઈ જગ્યા પર છીએ. અહીં શું ઉપલબ્ધ છે અને શું ખતરા છે. આદિવાસી સમાજના બાળકો તે જાણે છે કે તેમને આ સંકેતોને કેવી રીતે સમજવા છે અને તેમનો શું અર્થ નિકળે છે.

પોતાની શિક્ષા ઉપરાંત તેમને જાનવરો પાસેથી પણ મદદ મળે છે. દાખલા તરીકે વાંદરાઓની ખાન-પાનની આદત માણસો જેવી હોય છે. વાંદરાઓ કયા ફળોને ખાઈ રહ્યાં છે, તેમને જોઈને શીખી શકાય છે કે કયો ફળ ખાવા લાયક છે. આપણા અને વાંદરાઓ વચ્ચે એક સહ-અસ્તિત્વ છે. વાંદરાઓ ઘણી વખત વૃક્ષ પરથી નીચે ફળ ફેંકે છે જેને તમે ખાઇ શકો છો. માત્ર પડકાર હોય છે જંગલમાં વાંદરાઓની ઉછળ-કૂદને ફોલો કરવી કેમ કે ઘણી વખત તેઓ ખુબ જ ઝડપી આગળ નિકળી જતા હોય છે.

વાંદરાઓની નકલ કરવાની હોતી નથી પરંતુ ખાવાનું શોધવા માટે તેમનું અનુસરણ કરવાનું હોય છે. વાંદરાઓને ખ્યાલ હોય છે કે જંગલમાં ખાવાનું ક્યાં છે. જો વાંદરાઓ વૃક્ષનું ડાળું તોડી રહ્યાં હોય તો તે કોઈ ખતરાનો પણ સંકેત હોઈ શકે છે. દાખલા તરીતે જંગલમાં જંગલી જાનવર અથવા અજગર હોઈ શકે છે.

જંગલમાં વાંદરાઓ સાથે એક સંબંધ બનાવીને આપણે પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ છીએ.

બાળકો જંગલમાં ચાલતા કેમ રહ્યા?

જંગલમાં કોઈ એક જગ્યાએ રહી શકતું નથી. તમે જંગલમાં કંઇક અલગ જ રીતે વિચાર કરતાં હોવ છો તેથી તમે આપોઆપ ચાલવા જ રાખશો. કેમ કે જંગલમાં આપણે એવી ચીજોની શોધમાં હોઇએ છીએ કે જેનાથી આપણે રાત ખુબ જ સારી રીતે પસાર કરી શકીએ.

જે જંગલમાં બાળકો ફસાયા હતા તે અંગે એલેક્સ જણાવે છે કે આ જંગલ અંધાકારમય અને ખુબ જ ગાઢ છે. અહીં વિસ્તારના સૌથી મોટા વૃક્ષ પણ છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં અત્યાર સુધીમાં માણસ જાતની પહોંચ ખુબ જ સીમિત રહી છે અને તેને હજું સુધી સંપૂર્ણ રીતે જોવામાં આવ્યું નથી. આની અંદર નાના-નાના કસ્બા છે અને તે પણ જંગલની અંદર નથી પરંતુ નદીના કાંઠે-કાઠે છે.

બાળકોના દાદા ફિદેન્સિયો વેલેન્સિયા
બાળકોના દાદા ફિદેન્સિયો વેલેન્સિયા

આ ખુબ જ ઠંડો વિસ્તાર છે, ધુમ્મસપૂર્ણ વિસ્તાર છે અને મચ્છરોની ભરમાર છે. આ ખતરનાક તે માટે છે કેમ કે જેગુઆર, એનાકોન્ડા અને અમેરિકામાં મળી આવતા સૌથી ઝેરી સાપનો વિસ્તાર છે.

પરંતુ તમારે આને ડરની નજરથી નહીં પરંતુ સન્માનની નજરથી દેખવું જોઈએ. જંગલમાં હર ઈંચ જમીન પર કંઇકને કંઇક આધ્યાત્મિકતા છે, જેને તમે નજર અંદાજ કરી શકો નહીં. તમે દરેક્ષ ક્ષણ આ જગ્યા સાથે એક સંવાદમાં હોવ છો. જો તમે આવું નથી રહ્યા તો તમારા સ્વાસ્થ્ય અને જીવને ખતરો હોઈ શકે છે.

દરેક ચીજ, દરેક વૃક્ષનું પોતાનું એક અસ્તિત્વ હોય છે જેના પાસેથી કંઇકને કંઇક શીખી શકાય છે. આ એક એવો સંબધ છે જેનાથી બદલામાં દવાઓ અને ભોજન-પાણી મળી શકે છે. ઉદાહરણ રીતે જ્યારે રાત્રે તમે સૂઇ રહ્યાં હોવછો તો વૃક્ષ તમારી રક્ષાની ભૂમિકા ભજવી રહ્યાં હોય છે. તેઓ તમને શરણ આપે છે, ગળે લગાવે છે.

આ પણ વાંચો- ભાવનગર: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, સ્કૂલોમાં સ્થળાંતર માટે વ્યવસ્થા

જંગલમાં જીવંત રહેવા માટે બાળકોએ શું કર્યું હશે?

એલેક્સ અનુસાર, બાળકોને ઘણી બધી ભીના પાંદડા અને પાણીના નાના ઝરણા મળ્યા હશે, પરંતુ કદાચ મોટા ભાગે તે ઝરણાઓનું પાણી પીવા લાયક રહ્યું ન પણ હોય.

પરંતુ એવા પાંદડા પણ છે જે પાણીને સાફ કરે છે અને કેટલાક એવા પણ જે ઝરી હોય છે. તમારે તેને એક ખાસ રીતે લેવાના હોય છે, ખાસ રીતે ધોવાના હોય છે અને તેનો ઉપયોગ પાણી એકઠૂ કરવા માટે કરવામાં આવે છે.

બાળકોએ પોતાના શરીરને સાફ કરવા માટે ખાસ પાંદડાઓનો ઉપયોગ કર્યો હશે. આવું કરવાથી મચ્છર અને જીવ-જંતુઓના ઘાતક હુમલાઓને રોકી શકાય છે.

બની શકે છે કે તેમને પેટ ભરવા માટે કિડા-મકોડા ખાધા હોય. જંગલમાં એક કિડાથી લઈને પક્ષી સુધીનું બધુ જ ભોજન છે. જેગુઆર શિકાર પછી પાછળ છોડી જાય છે તે પણ સારૂ વિકલ્પ છે.

મને એવું લાગે છે કે તેમને ફળ ખાધા હશે. કેટલાક લાલ રંગના મીઠા બીજ પણ મોટી માત્રામાં અહીં ઉપલબ્ધ છે. આનાથી શરીરમાં પાણીની અછત થતી નથી અને શક્તિ પણ મળે છે.

જંગલમાં તમેને તેનો પણ ખ્યાલ આવતો નથી કે તમારૂ વજન ઘટી રહ્યું છે. તમને હંમેશા તેવું જ લાગી રહ્યું હોય છે કે તમે ઠિક છો. જ્યારે તમે બહારના લોકોને મળો છો ત્યારે જ તમને લાગે છે કે તમે ખરતામાં છો. તમને ક્યારેય એવું લાગતું નથી કે તમે મરવાના છો, તમે આગળ વધવા પર જ ધ્યાન આપી રહ્યાં હોવ છો.

દુનિયા આને ચમત્કાર માની રહી છે પરંતુ એલેક્સનું દ્રષ્ટિકોણ અલગ છે. તેઓ કહે છે કે આ એક એવી દુનિયા છે, જ્યાં બધુ જ વેચવામાં આવી રહ્યું છે. તેઓ કહે છે કે જે માંએ આ જંગલમાં આ બાળકોનો ખ્યાલ રાખ્યો તે જંગલ જ છે. આજના સમાજ માટે આને સમજવું ખુબ જ મુશ્કેલ છે પરંતુ આ ઘટનાના બહાને આને સમજવું જરૂરી પણ બની ગયું છે.

જોકે, અહીં સૌથી રોચક બાબત છે કે, આ ચાર બાળકોમાંથી એક બાળક એક વર્ષનું હતું. સ્વભાવિક છે કે એક વર્ષના બાળકને તો અન્ય ઉપર નિર્ભર રહેવું જ પડે. તેવામાં એમેઝોન જેવા ગાઢ અને અંધકારમય નકારાત્મક પરિસ્થિતિમાં માતા-પિતા અને વડીલોની હાજરી વગર પોતાના જીવનને બચાવવા સંઘર્ષ કરી રહેલા ત્રણ બાળકોએ પોતાના જીવનની સાથે નાના બાળકની સારી રીતે દેખભાળ રાખી તેને સમયસર પાણી-ભોજન આપીને જીવંત રાખ્યો.

આ આદિવાસી સમાજની સાથ ન છોડવાની પ્રકૃતિ અને સંસ્કૃતિની નિશાની દર્શાવે છે.  ત્રણેય બાળકો 14 વર્ષથી ઓછી ઉંમરના હોવા છતાં પણ પોતાના નાના ભાઈનો સાથ છોડ્યા નહતો, તેમાંથી આખા માનવજાને શિખાણ લેવી જોઈએ અને ગર્વ પણ કરવો જોઈએ.

એલેક્સ કહે છે કે જંગલમાં સમય પસાર કરનારા બાળકો પોતાના જીવનમાં ચાલીસ દિવસમાં લીધેલો સબક (શિખામણ) ક્યારેય ભૂલશે નહીં. વિમાન ક્રેશ થયો તો જંગલમાં બાળકોની શોધ થઈ.

પરંતુ જંગલમાં તો બાળકો સદીઓથી રહેતા આવ્યા છે, રહી રહ્યાં છે, તેઓ કેવી રીતે રહી રહ્યાં છે તેમને જોવા માટે કોઈ જતું નથી. એલેક્સ માને છે કે જંગલ આ બાળકો માટે ખતરો નથી પરંતુ જંગલે તો તેમને જીવંત રાખ્યા છે.

Back to top button