કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

બિપરજોય ચક્રવાત : સૌરાષ્ટ્રના બંદરો પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ

Text To Speech

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત પર આ વાવાઝોડાનું સંકટ પણ વધી રહ્યું છે. જાણકારી મુજબ હાલ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 340 કિલોમીટર જ્યારે દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે.સૌરાષ્ટ્ર-કચ્છના 9 બંદર પર અતિ ભયજનક 9 નંબરના સિગ્નલ લગાવાયા છે. તેમજ કચ્છ કાંઠે ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.

આ બંદરો પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તેમ તેમ તેનું રોદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાની ગુજરાત પર સંભવિત અસરને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરનાં બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.. એટલું જ નહી રાજુલામાં 9 ગામો એલર્ટ મૂકવામાં આવ્યા છે. જ્યારે કચ્છના દરિયાઇ વિસ્તારમાં 144 લાગુ કરવામા આવી છે. બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. જેના કારણે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

9 નંબર સિગ્નલ-humdekhengenews

9 નંબરનું સિગ્નલ ક્યારે લાગે ?

તમને જણાવી દઈએ કે 9 નંબરનું સિગ્નલ અતિ ભય સૂચક સિગ્નલ કહેવામા આવે છે. 75થી 88 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોય ત્યારે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. તેમજ મકાનની છત,નળિયા અને છાપરા ઉડવા સમયે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

 આ પણ વાંચો : વાવાઝોડાના ખતરા વચ્ચે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોને મેઘરાજા ઘમરોળશે..!

Back to top button