ટોપ ન્યૂઝસ્પોર્ટસ

WTCમાં થયો રૂપિયાનો વરસાદ : જાણો વિજેતા અને હારેલી ટીમને મળી કેટલી રકમ ?

Text To Speech
  • લંડન ખાતે રમાયેલા મેચમાં ભારતનો કારમો પરાજય
  • ઓસ્ટ્રેલિયા 209 રનથી મેચ અને ટ્રોફી જીત્યું
  • વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર મળશે
  • ભારતને મળશે 8 મિલિયન ડોલર

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી મેચના પાંચમા દિવસે ભારતને જીતવા માટે કુલ 280 રનની જરૂર હતી, પરંતુ બાકીની સાત વિકેટ લંચ પહેલા પડી ગઈ હતી. આ હાર સાથે ભારતીય ટીમનું WTC ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું છે. વર્ષ 2021માં સાઉથમ્પટનમાં રમાયેલી WTCની પ્રથમ સિઝનની ફાઈનલ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડ દ્વારા આઠ વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના હાથમાં હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત WTC ટાઈટલ જીત્યું છે.

ભારતને આટલા કરોડ મળ્યા

WTCમાં સામેલ ટીમો માટે ICC દ્વારા ઈનામની રકમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. ICCએ 9 ટીમોમાં 31 કરોડથી વધુની ઈનામી રકમ વહેંચી છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 1.6 મિલિયન રૂપિયા (લગભગ 13.2 કરોડ રૂપિયા) મળ્યા છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા, જે ઉપવિજેતા રહી હતી, તેને ઈનામની રકમ તરીકે $ 8 લાખ (લગભગ 6.5 કરોડ રૂપિયા) મળ્યા હતા.

કોને કેટલી રકમ મળી ?

બીજી તરફ, દક્ષિણ આફ્રિકાને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 ટેબલમાં ત્રીજા સ્થાને રહેવા માટે $450,000 (આશરે રૂ. 3.72 કરોડ) મળ્યા છે. ચોથા સ્થાને આવેલા ઈંગ્લેન્ડને $350,000 (લગભગ 2.89 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે પાંચમા નંબરે રહેલી શ્રીલંકાની ટીમને આશરે રૂ. 1.65 કરોડ ($200,000) મળ્યા હતા. આ સિવાય WTCમાં નંબર-6 પર ન્યુઝીલેન્ડ, નંબર 7 પર પાકિસ્તાન, નંબર આઠ પર વેસ્ટ ઈન્ડિઝ અને નવમા નંબર પર બાંગ્લાદેશને માત્ર 82 લાખ રૂપિયા ($100,000) મળ્યા છે.

WTC ઈનામી રકમ

1. ઓસ્ટ્રેલિયા – રૂ. 13.2 કરોડ
2. ભારત – રૂ. 6.5 કરોડ
3. દક્ષિણ આફ્રિકા – રૂ. 3.72 કરોડ
4. ઈંગ્લેન્ડ – રૂ. 2.89 કરોડ
5. શ્રીલંકા – રૂ. 1.65 કરોડ
6. ન્યુઝીલેન્ડ – રૂ 82 લાખ
7. પાકિસ્તાન – રૂ 82 લાખ
8. વેસ્ટ ઈન્ડિઝ – રૂ. 82 લાખ
9. બાંગ્લાદેશ – રૂ. 82 લાખ

WTC ફાઇનલ મેચની સ્થિતિ

ઓસ્ટ્રેલિયા – પ્રથમ દાવ: 469, બીજો દાવ: 270/8 (ઘોષિત)
ભારતીય ટીમ – પ્રથમ દાવ: 296, બીજી ઈનિંગ: 234

Back to top button